________________
૧૧૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
ગાથાર્થ તે પાંસઠમાં અઠ્યાવિસ પ્રકૃત્તિ ઉમેરવાથી નામકર્મની ત્રાણુ પ્રકૃતિ થાય અથવા સત્તામાં પંદર બંધન ગણીએ તો એકસો ત્રણ પ્રકૃતિ સત્તામાં હોય, તેમજ બંધન અને સંઘાતન શરીરમાં ગ્રહણ કરીએ અને વર્ણચતુષ્ક સામાન્યપણે ગણીએ. (નામની ૬૭ થાય.) ૩૧
વિવેચનઃ આગળની ગાથાની ૬૫ પ્રકૃતિમાં ત્રણ દશક-સ્થાવર દશક-પ્રત્યેક આઠ આ અઠ્ઠાવિસ પ્રકૃત્તિઓ ઉમેરવાથી કુલ ૯૩ પ્રકૃત્તિ થાય છે તે આગળ પણ સમજાવેલ છે.
પાંચ બંધનને બદલે ૧૫ બંધન ગણવાથી ૧૦૩ પ્રકૃતિ થાય છે. ૯૩ અને ૧૦૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
બંધન અને સંઘાતનને શરીરમાં અંતર્ગત કરવાથી ૨૦ પ્રકૃતિ ઓછી થાય. વર્ણાદિ ૨૦માંથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શને સામાન્યપણે, ગણવાથી ૧૬ ઓછી થાય. આ રીતે ૧૦૩ પ્રકૃતિમાંથી ૩૬ પ્રકૃતિઓ ન્યુન કરવાથી નામકર્મની ૬૭ પ્રકૃતિઓ બંધ-ઉદયમાં જાણવી.
અહીં બંધન નામકર્મ અએ સંઘાતન નામકર્મ શરીરમાં અંતર્ગત ગણેલ છે. અને વર્ણાદિના ઉત્તરભેદની વિવક્ષા કરી નથી. इअ सत्तट्ठी बंधोदए अ, न य सम्ममीसया बंधे । बंधुदए सत्ताए, वीस-दुवीसट्ठवण्णसयं ॥ ३२ ॥
શબ્દાર્થ : સુવીર = બાવીશ, માર્ચ = એકસો અઢાવન.
ગાથાર્થ : એ પ્રમાણે નામકર્મની સડસઠ પ્રકૃતિઓ બંધ-ઉદયઉદીરણામાં હોય છે. સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન હોય. એટલે બંધમાં આઠ કર્મની એકસો વીશ - ઉદયમાં એકસો બાવીસ અને સત્તામાં એકસો અઠ્ઠાવન પ્રકૃત્તિ હોય છે. તે ૩૨ /
વિવેચન : નામકર્મની આ સડસઠ પ્રકૃતિઓ બંધ-ઉદય-ઉદીરણામાં