________________
૧૦૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથઆ કર્મ છૂટું પાડવા માટે છે. અર્થાત્ ગતિનામ એટલું કહેવાથી પુનરુક્તિ દોષ આવે માટે, આ પ્રમાણે આ ચૌદ પિંડપ્રકૃતિઓ છે. पिंडपयडित्ति चउदस, परधा-उसास आयवुजोअं । अगुरुलहु तित्थ निमिणो-वधायमिअ अट्ठ पत्तेआ ॥ २५ ॥
શબ્દાર્થ : પરકા = પરાઘાત, કાયવ = આતપ.
ગાથાર્થ : પિંડ પ્રકૃત્તિઓ ૧૪ છે. પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીર્થકર નામ, નિર્માણ, ઉપઘાત-એમ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ છે. તે ૨૫ /
વિવેચન : પિંડ પ્રકૃતિ ૧૪ છે. પિંડ એટલે સમૂહ. જેમાં પેટા પ્રકૃતિનો સમૂહ છે. અવાન્તર ભેદોવાળી છે તે પિંડ પ્રકૃત્તિઓ ૧૪ અને તેના ઉત્તરભેદો આગળ કહેવામાં આવશે. હવે પ્રત્યેક પ્રકૃત્તિ કહે છે. આ ગાથામાં અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિઓ કહેલ છે. આ પ્રવૃતિઓનું વર્ણન આગળ બતાવવામાં આવશે.
तस-बायर-पज्जत्तं, पत्तेय-थिरं सुभं च सुभगं च । सुसराइज्जजसं, तसदसगं थावरदसं तु इमं ॥ २६ ॥
શબ્દાર્થ : સુમi = સૌભાગ્ય, માફિઝ = આદેય, તુ = વળી, રૂH = આ પ્રમાણે છે.
ગાથાર્થ : ત્રસદશક કહે છે. ત્રણ-બાદર-પર્યાપ્તા-પ્રત્યેક-સ્થિરશુભ-સુભગ (સૌભાગ્ય) - સુસ્વર - આદેય - યશનામ આ ત્રસદશક છે. વળી (તેનાથી વિપરીત) સ્થાવર દશક આ પ્રમાણે છે. પરદા
વિવેચન : ત્રસદશક - ત્રસ નામકર્મ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સૌભાગ્ય, આદેય, યશનામકર્મ.
અહીં દરેક નામની પાછળ નામકર્મ જોડવું અને બોલવું, સમજવું.