________________
નોકષાયમોહનીયકર્મ
૯૫ ગાથાર્થ જે કર્મના ઉદયથી જીવને નિમિત્તથી કે નિમિત્ત વિના હાસ્ય રતિ-અરતિ, શોક-ભય અને દુર્ગછા થાય છે તે અહીં હાસ્યાદિ મોહનીય કર્મ છે. જે ર૧ |
વિવેચન : કષાયમહનીયકર્મનું વર્ણન કર્યું. હવે નોકષાયમોહનીયકર્મનું વર્ણન કરે છે. નોકષાય-કષાય નહિ પણ તેના સહચારી, તેને પ્રેરણા કરનાર, કષાયને ઉદીપન કરનાર, કષાયને વધારનારા, તે નોકષાય મોહનીય છે.
જે કષાયની સાથે રહીને પોતાનું ફળ બતાવે તે નોકષાય મોહનીય કહેવાય છે.
નિમિત્ત મળે ત્યાં નિમિત્તથી અને નિમિત્ત ન મળે ત્યારે નિમિત્ત વિના પણ જે ઉત્પન્ન થાય તે નોકષાય ચારિત્ર મોહનીય કર્મના ૯ ભેદ છે. જે પ્રથમના ૧૨ કષાયની સાથે ઉદયમાં રહીને ફળનો અનુભવ કરાવે છે અને સંજવલન કષાયનો ઉપશમ કે ક્ષય થતા પહેલાં નોકષાય ઉપશાંત કે ક્ષય થઈ જાય છે. માટે તે નોકષાય પ્રથમના બાર કષાયના સહચારી છે. જે મુખ્ય બે ભેદમાં વહેંચાયેલું છે.
(૧) હાસ્યાદિષક (૨) વેદત્રિક
(૧) હાસ્ય મોહનીય કર્મ : નિમિત્તથી કે નિમિત્ત વિના હસવું આવે તે હાસ્ય નોકષાય મો. કર્મ કહેવાય છે.
બાહ્ય કોઈપણ નિમિત્ત મળે જેમકે પ્રશંસા સાંભળવા મળે. સારી વસ્તુ જોવા મળે અગર એવા કોઈ નિમિત્ત ન હોવા છતાં પૂર્વના સારા ખરાબ પ્રસંગોની સ્મૃતિ થવાથી હાસ્ય ઉત્પન્ન થાય તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે. અહીં નિમિત્ત વિના એટલે વર્તમાનમાં બાહ્યનિમિત્ત ન હોય પરંતુ પૂર્વનિમિત્ત યાદ આવવાથી હાસ્યાદિ થાય માટે નિમિત્ત વિના એમ કહ્યું.