________________
૧૦૦
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
આયુષ્ય પૂર્ણ થાય અને આવતા ભવનું ઉદયમાં આવે તો ભવાન્તરમાં જબરજસ્તીથી જવું પડે છે. પોતાના ભવનું જ આયુ ભોગવાય. આગામી ભવનું આયુષ્યબંધ ચાલુ ભવમાં પોતાના આયુષ્યના ત્રીજે, નવમે, સત્તાવીશમે, એક્યાશીમે, બસો બેંતાલીસમે ભાગે અથવા તો છેલ્લા અંતમૂહૂર્તમાં બંધાય. પ્રાયઃ પર્વતિથિએ બંધાય અને સજાતિય આયુષ્ય હોય તો પણ મરણ પામીને અન્ય ભવમાં જવા વડે ભોગવાય. એક ભવમાં બે આયુષ્ય ન ભોગવાય.
આ આયુષ્યકર્મ બે પ્રકારે બંધાય છે.
(૧) અપવર્તનીય આયુષ્ય : જે આયુષ્ય બાંધ્યા પછી કોઈ ઉપઘાતાદિ લાગે અથવા ઘણા કાળમાં ભોગવવા યોગ્ય દલિયા થોડાં કાળમાં ભોગવાય તે અપવર્તનીય આયુષ્ય કહેવાય છે.
(૨) અનપવર્તનીય આયુષ્ય : જે આયુષ્ય બાંધ્યા પછી કોઈપણ પ્રકારનો ઉપઘાત લાગે તો પણ ઘટે નહિ. પૂર્ણ ભોગવાય તેને અનપવર્તનીય આયુષ્ય કહેવાય છે. અર્થાત્ જેટલા સમયનું આયુષ્ય કર્મ બાંધ્યું હોય તેટલા સમય સુધી ભોગવવું પડે તે.
દેવ-નારકી-યુગલિક તિર્યંચ-મનુષ્યો તદ્ભવ મોક્ષગામી જીવો તથા ત્રેસઠ શલાકા પુરૂષોનું અનાવર્તનીય આયુષ્ય હોય છે. બાકીના મનુષ્યોતિર્યંચોના આયુષ્ય બંને પ્રકારે હોય છે.
અનપવર્તનીય આયુષ્યમાં પણ સોપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય એમ બે ભેદ છે. સોપક્રમી આયુષ્ય પુરુ થતાં નિમિત્ત-ઉપક્રમ લાગે. અને નિરુપક્રમીમાં ઉપક્રમ ન થાય.
આ આયુષ્ય કર્મના ૪ ભેદ છે.
(૧) દેવાયું ઃ દેવભવમાં નિયતકાળ સુધી જકડી રાખે તે દેવાયુષ્ય. આ આયુષ્ય નિયત કાળ સુધી ભોગવવું પડે. અપવર્તના ન થાય. અનપવર્તનીય જ હોય.