________________
મોહનીયકર્મ
ક્રોધના પર્યાયવાચી શબ્દો :
ક્રોધ : દ્વેષ, ગુસ્સો, આવેશ, આક્રોશ, ખેદ વિગેરે. સંજ્વલન ક્રોધ પાણીમાં કરેલી રેખા સમાન છે. જેમ પાણીમાં કરેલી રેખા કરતાં સાથે જલ્દીથી ભૂંસાઈ જાય છે તેમ સંજ્વલન ક્રોધ જલ્દીથી શાંત થઈ જાય છે.
પ્રત્યાખ્યાની ક્રોધ રેતીમાં પડેલી રેખા જેવો છે. જેમ રેતીમાં કરેલી લીટી પવન આદિ આવે ત્યારે ભુંસાઈ જાય તેમ પ્રત્યાખ્યાની ક્રોધ કેટલાક સમયમાં થોડા પ્રયત્નથી શાંત થઈ જાય છે.
८७
અપ્રત્યાખ્યાની ક્રોધ-પૃથ્વીમાં પડેલી તીરાડ જેવો છે. જેમ પૃથ્વીમાં પડેલી તીરાડ કેટલાક સમયે વરસાદ આવે ત્યારે પૂરાય છે તેમ અપ્રત્યાખ્યાની ક્રોધ ઘણા પ્રયત્નોથી અને ઘણા સમયે શાંત થાય છે.
અનંતાનુબંધી ક્રોધ પર્વતમાં પડેલી તીરાડ સરખો છે. જેમ પર્વતમાં પડેલી તીરાડ કોઈપણ રીતે પૂરાતી નથી તેમ અનંતાનુબંધી ક્રોધ કોઈપણ પ્રયત્નોથી શાંત થતો નથી. યાને કોઈકવાર મરણ પામે તો પણ જાય નહીં. ક્રોધના કારણે મંડળ-સંઘમાં એક વર્ગ વહેંચાઈ જાય. ભાગલા થાય છે. ક્રોધ તે પ્રીતીનો નાશ કરે છે.
સંસ્કૃતમાં કહ્યું છે કે
-
यूयं वयं वयं यूयमित्यासीद् मतिरावयोः ।
किं जातं अधुना येन यूयं यूयं वयं वयं ।। १ ।।
અર્થ : તમે તે અમે અને અમે તે તમે એમ આપણાં બન્નેની
બુદ્ધિ હતી. હમણાં શું થયું (એટલે ક્રોધના કારણે) તમે તે તમે અને અમે તે અમે એમ થયું. ॥ ૧ ॥
(૨) ૪ પ્રકારના માન ઃ
માન : અહંકાર, અભિમાન, ઈર્ષા, ગર્વ, અક્કડતા, પક્કડ.