________________
૭૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ સંવર : (૧) આવતા શુભાશુભ કર્મોને રોકવા તે સંવર કહેવાય છે.
(૨) શુભાશુભ કર્મને રોકવામાં કારણભૂત સમિતિ-ગુપ્તિ
પરિષદસહન આદિ ક્રિયા-પ્રવૃત્તિ તે.
(૩) હિંસાદિ ન થાય તેવો ઉપયોગરૂપ સંવરનો પરિણામ છે. બંધ : (૧) કાર્મણ વર્ગણાનો આત્મપ્રદેશો સાથે ક્ષીરનીરવતુ-દૂધ
પાણીની જેમ એકાકાર સંબંધ (૨) કાર્મણ વર્ગણાનો આત્માની સાથે એકાકાર થવામાં
કારણભૂત રાગાદિ પરિણામ. નિર્જરા : (૧) કર્મોનું આત્મામાંથી છૂટાં પડવું તે.
(૨) કર્મોનું આત્માથી છૂટા થવાના કારણભૂત અનશનાદિ
તથા પ્રાયશ્ચિતાદિ તપશ્ચર્યા તે.
(૩) નિર્જરાના કારણભૂત ત્યાગ અને પશ્ચાતાપાદિ રૂપ પરિણામ. મોક્ષ : (૧) સર્વ કર્મોનો ક્ષય,
(૨) સર્વ સંવરભાવ તે મોક્ષ. સમ્યકત્વ :
આ નવ તત્ત્વો પરની જે શ્રદ્ધા એટલે જે તત્ત્વો જે સ્વરૂપમાં છે તે સ્વરૂપમાં માનવાં તેને સમ્યકત્વ કહેવાય છે. જિનેશ્વર ભગવંતોએ જગતનું જ સ્વરૂપ કહ્યું છે તે જ સ્વરૂપે સ્વીકારવું કારણ કે તેઓ સર્વજ્ઞ હતા. રાગદ્વેષ રહિત હતા. તેથી તેમના કહેલા વચન ઉપર શ્રદ્ધા કરવાની હોય. એમાં અંશમાત્ર પણ શંકા ન કરવી તે સમ્યકત્વ કહેવાય છે. સમ્યક્ત્વના ક્ષાયિકસમ્યકત્વ, ક્ષયોપશમસમ્યકત્વ, ઉપશમસમ્યકત્વ, સાસ્વાદન, મિશ્ર, વેદક આદિ ભેદો છે.
(૧) ક્ષાયિક સમ્યત્વ : અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક (દર્શનસપ્તક)નો