________________
મિશ્રમોહનીયકર્મ
૭૭
આ સાસ્વાદન સમ્યકત્વવાળો નિયમા મિથ્યાત્વે જ જાય.
જોકે સમ્યકત્વ મુખ્ય ત્રણ કહેવાય અને વેદક તે ક્ષયોપશમનો પર્યત ભાગ છે તેથી તેમાં સમાવેશ થાય.
સાસ્વાદન અને મિશ્ર સમ્યકત્વમાં સ્પષ્ટ સમ્યકત્વ નથી, પરંતુ આ બન્ને ગુણ એકવાર ઉપશમ સમ્યકત્વ પામ્યા પછી આવે માટે તેને સમ્યકત્વમાં ગણેલ છે. અથવા તો સ્પષ્ટ અશ્રદ્ધા પણ નથી તેથી તે મિથ્યાત્વ ન કહેવાય માટે સમ્યકત્વમાં ગણેલ છે. मीसा न रागदोसो, जिणधम्मे अंतमुहू जहा अन्ने । नालिअरदीवमणुणो, मिच्छं जिणधम्मविवरीअं ॥ १६ ॥
શબ્દાર્થ ઃ નહીં = જેમ, મને = અન્ન ઉપર, મિષ્ઠ = મિથ્યાત્વ, વિવરી = વિપરીત
ગાથાર્થ જેમ નાલિકેર દ્વીપના મનુષ્યને અન ઉપર રાગ કે દ્વેષ હોતો નથી તેમ મિશ્રમોહનીય કર્મના ઉદયવાળા જીવને અંતર્મુહૂર્ત સુધી જૈન ધર્મ ઉપર રાગ કે દ્વેષ હોય નહીં. મિથ્યાત્વમોહનીયકર્મ જૈન ધર્મથી વિપરીત દૃષ્ટિવાળું છે. ૧૬ /
વિવેચન : મિશ્રમોહનીય-નાલિકેર દ્વીપમાં રહેનાર મનુષ્યને અન્ન ઉપર રાગ કે દ્વેષ હોય નહીં કારણ કે એને અનાજ જોવામાં જ નથી આવ્યું. જાણવામાં નથી આવ્યું. તેથી અન્ન ઉપર રાગ-દ્વેષ ન હોય. એટલે એને ખાવા યોગ્ય અન્ન ઉપર રાગ કે ન ખાવા યોગ્ય ઉપર ષ પણ હોય નહીં. તેમ મિશ્રમોહનીય કર્મના ઉદયવાળાને અંતર્મુહૂર્ત સુધી જિનધર્મ ઉપર રાગ પણ હોય નહીં અને વૈષ પણ હોય નહીં. પરંતુ મધ્યસ્થપણું હોય. અંતર્મુહૂર્ત પછી નિમિત્તાદિને પામી મિથ્યાત્વ અથવા સમ્યકત્વપણું પામે.
| મિથ્યાત્વમોહનીય-આના ઉદયવાળા જીવની દૃષ્ટિ જિનધર્મથી વિપરીત હોય છે. જિનેશ્વર ભગવંતે જે તત્ત્વો જે રૂપે દર્શાવ્યા છે તે રૂપે તે તત્ત્વો ન માને, તેનાથી વિપરીત માને/અથવા આઠ તત્ત્વને માને