________________
૫૮
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
= સામાન્ય બોધ,
=
શબ્દાર્થ : હ અહીં, ૬ = અને, સામનં તજ્ઞ = તેનું, વહા = ચાર પ્રકારે છે, તયં = તે કર્મ.
ગાથાર્થ : ચક્ષુ દ્વારા જોવું તે ચક્ષુદર્શન અને ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો તથા મન વડે જાણવું તે અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ દર્શન ચાર પ્રકારે છે. અહીં દર્શન એટલે સામાન્ય બોધ. તેનું આચ્છાદન કરનારું કર્મ પણ ચાર પ્રકારે છે. ૧૦
વિવેચન : (૧) ચક્ષુદર્શનાવરણીયકર્મ દર્શન એટલે જોવું. સામાન્ય રીતે જાણવું. સામાન્ય બોધ. પદાર્થના સામાન્ય ધર્મને જાણવો. તેમાં ચક્ષુરિન્દ્રિય દ્વારા થતો જે સામાન્ય બોધ તે ચક્ષુદર્શન. તેને આચ્છાદન કરનાર કર્મ તે ચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે.
દરેક વસ્તુમાં સામાન્ય અને વિશેષ ધર્મો હોય છે. તેમાં વસ્તુનું સામાન્ય સ્વરૂપ જાણવું તે ‘દર્શન’ અને વસ્તુનું વિશેષ સ્વરૂપ જાણવું તે ‘જ્ઞાન' કહેવાય છે. વસ્તુનો સામાન્ય બોધ તે દર્શન અને વસ્તુનો વિશેષ બોધ તે ‘જ્ઞાન' છે.
પ્રશ્ન : ચક્ષુનું દર્શન જુદું કેમ બતાવ્યું અને ચક્ષુ સિવાયની ઈન્દ્રિયો દ્વારા થતા બોધને એક દર્શનમાં કેમ કહ્યું ?
જવાબ : ચક્ષુની પ્રધાનતા છે. જોવાનું કામ આંખ કરે છે. સામાન્ય રીતે પદાર્થને જોવું એટલે જાણવું. તે ચક્ષુ દ્વારા થાય છે. માટે તેનું દર્શન જુદું કહ્યું. બહુ વિસ્તાર ન થાય, માટે બાકીની ઈન્દ્રિયોનું દર્શન એક કહ્યું.
છદ્મસ્થને પ્રથમ અંતર્મુહૂર્ત સામાન્યોપયોગ-દર્શન હોય અને પછી અંતર્મુહૂર્ત વિશેષોપયોગ-જ્ઞાન હોય અને કેવલીને પ્રથમ સમયે વિશેષોપયોગ-કેવળજ્ઞાન પછીના સમયે સામાન્યોપયોગ-કેવળદર્શન હોય. કેવલીને સમયે સમયે ઉપયોગ બદલાય. છદ્મસ્થને અંતર્મુહૂર્ત-અંત. ઉપયોગ બદલાય.