________________
દર્શનાવરણીયકર્મ
(૨) અચક્ષુદર્શનાવરણીય કર્મ :
ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિય અને મન વડે પદાર્થોને સામાન્ય રીતે જાણવું તે અચક્ષુદર્શન. તેને આવરણ કરનારું જે કર્મ તે અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ કર્મના ઉદયથી જીવને બહેરાપણું, બોબડાપણું, ખોડખાંપણ, લકવો વગેરે થાય છે.
અચક્ષુદર્શનાવરણીય કર્મના જુદી જુદી ઈન્દ્રિયોની શક્તિના ફળની અપેક્ષાએ કુલ પાંચ ભેદ છે. પરંતુ તે સર્વ ભેદો અચક્ષુદર્શનાવરણીયમાં જ ગણ્યા છે.
(૧) સ્પર્શ અચક્ષુદર્શનાવરણીય કર્મ ઃ જીવને લકવો વિગેરે ચામડીના દર્દો થવાથી સ્પર્શેન્દ્રિય દ્વારા પદાર્થના ગુણો-શીત-ઉષ્ણ-ચીકણુંલુખ્ખ-હળવું-ભારે આદિનું જ્ઞાન સામાન્ય બોધ પણ મંદપણાને પામે તે
સ્પર્શ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય છે. . (૨) રસન અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મના ઉદયથી જીવને રસના (જીભ) મળે નહિ અને મળે તો મંદ ક્ષયોપશમને કારણે મીઠું, ખાટું, તીખું આદિ સ્વાદ કરાવનારી રસશક્તિ અલ્પ પામે તેમજ સ્પષ્ટ ઉચ્ચાર ન કરી શકે વળી બોબડાપણું મળે તેને રસનઅચક્ષુદર્શનાવરણીય કર્મ કહેવાય.
એકેન્દ્રિય જીવોને જીભ મળતી નથી. બેઈન્દ્રિયાદિ જીવોને જીભ મળે તો પણ ક્ષયોપશમાનુસાર રસનશક્તિ મળે છે.
(૩) ઘાણ અચક્ષુદર્શનાવરણીય કર્મ : આ કર્મના વિપાકથી જીવને નાક મળે નહિ અને ધ્રાણેન્દ્રિય (નાક) મળે તો સામાન્ય બોધરૂપ ગંધશક્તિ મંદ મળે. તેને ઘાણ અચક્ષુદર્શનાવરણીય કર્મ કહે છે.
એકેન્દ્રિય, બેઈન્દ્રિય જીવને ધ્રાણેન્દ્રિય હોય નહિ. તેઈન્દ્રિય જીવને