________________
દર્શનાવરણીયકર્મ-નિદ્રાપંચક
જે અવસ્થામાં ચૈતન્ય કુત્સિતપણાને-અસ્પષ્ટપણાને પામે તે નિદ્રા, ચપટી માત્રથી જાણી શકાય તેવી ઊંઘ તે નિદ્રા. જે નિદ્રા સુખપૂર્વક ત્યાગ કરી શકાય, સહેલાઈથી જાગી જવાય. તે અર્થાત્ નિદ્રા છોડતાં કષ્ટ ન લાગે તે.
(૨) નિદ્રા નિદ્રા : નિદ્રાત: ગતિશયિની યા નિદ્રા સા નિદ્રાનિદ્રા
(૧) જે કર્મના ઉદયથી જીવ ખૂબ જ મુશ્કેલીથી જાગી શકે એવી ગાઢ નિદ્રા આવે તે નિદ્રાનિદ્રા.
(૨) દુઃખપુર્વક છોડી શકાય તેવી નિદ્રા તે નિદ્રાનિદ્રા. (૩) નિદ્રાથી જે અતિશય ચડીયાતી ઉંઘ તે નિદ્રા-નિદ્રા. (૪) ઢંઢોળવા માત્રથી જાણી શકાય તેવી ગાઢ નિદ્રા. (૩) પ્રચલા : પ્રવતિ-વિધૂતે યાં વાપીવાય સી
(૧) જે જીવને બેઠાં બેઠાં કે ઊભા ઊભા પણ નિદ્રા આવે તે નિદ્રાને પ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
(૨) પ્રવતિ સ્વીપાવસ્થાયાં – જે નિદ્રાવસ્થામાં ચાલે-ધૂણે-ડોલેબેઠાં બેઠાં ડોલાં-ઝોકાં આવે છે.
(૪) પ્રચલાપ્રચલા ઃ જે કર્મના ઉદયથી જીવને ચાલતાં ચાલતાં પણ નિદ્રા આવે તે પ્રચલપ્રચલા દર્શનાવરણીય કર્મ કહેવાય છે.
આવી નિદ્રા ગાય, બળદ, પાડા, ઘોડા વગેરે પશુઓને વધુ સંભવે છે. કારણ કે જેઓ ગાડા વગેરેમાં જોડાયા છતાં ચાલતાં ચાલતાં નિદ્રા લે છે. સાંભળવા પ્રમાણે એક પૂ. સાધ્વીજી મ. વિહારમાં બીજા સાધ્વીજી અથવા બહેન પકડીને ચાલે તો ચાલતા ચાલતા રસ્તામાં પણ ઊંધે.
प्रचलातः अतिशायिनी या सा प्रचलाप्रचला
પ્રશ્ન : નિદ્રા-નિદ્રાનિદ્રા આદિના ઉદયમાં જીવની જ્ઞાનશક્તિ અને દર્શનશક્તિ બને અવરાય છે. તો નિદ્રા-૫ જ્ઞાનાવરણીય કેમ ન કહેવાય, દર્શનાવરણીય કેમ કહેવાય ?