________________
શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ
૪૩
૭ આત્મપ્રવાદ સોળ ૩૨૦ ૧૧ કલ્યાણપ્રવાદ બાર ૨૦૦ ૮ કર્મપ્રવાદ ત્રીશ ૪૦૦ ૧૨ પ્રાણપ્રવાદ તેર ૨૦૦ ૯ પ્રત્યાખ્યાનપ્રવાદ વીશ ૬૦૦ ૧૩ ક્રિયાવિશાલ ત્રીશ ૨૦૦ ૧૦ વિદ્યાપ્રવાદ પંદર ૩૦૦ ૧૪ લોક બિંદુસાર પચ્ચીસ ૨૦૦
આ રીતે પૂર્વના અંતર્ગત વિભાગ તે વસ્તુ કહેવાય. વસ્તુનો વિભાગ તે પ્રાભૃત કહેવાય. પ્રાભૃતના વિભાગ તે પ્રાભૃત પ્રાભૃત કહેવાય. એટલે એક પ્રાભૃતના પેટા વિભાગ ૨૦ હોય તેને પ્રાભૃત પ્રાભૃત કહેવાય.
(૧૩) પ્રાભૃત પ્રાભૃત શ્રુત : પ્રાભૃતના એક અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન તે પ્રાભૃત પ્રાભૃત શ્રત.
(૧૪) પ્રાભૃત પ્રાભૃત સમાસ શ્રુત : એક કરતાં વધારે પ્રાભૃત પ્રાભૂતનું જ્ઞાન તે.
(૧૫) પ્રાભૃતશ્રુત : વસ્તુના એક અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન તે. (૧૬) પ્રાભૃતસમાસશ્રુત : એક કરતાં વધારે પ્રાભૂતનું જ્ઞાન તે. (૧૭) વસ્તુશ્રુત : પૂર્વના એક અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન તે.
(૧૮) વસ્તુ સમાસ શ્રુત : પૂર્વના એક કરતાં વધારે અન્તર્વર્તી અધિકારનું જ્ઞાન.
(૧૯) પૂર્વ શ્રુત : ૧૪ પૂર્વમાંથી એક પૂર્વનું જ્ઞાન તે. (૨૦) પૂર્વ સમાસ શ્રુત : એક કરતાં વધારે પૂર્વનું જ્ઞાન તે. આ રીતે ક્ષયોપશમના કારણે શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ બતાવ્યા છે.
હવે દ્રવ્યાદિની અપેક્ષાએ શ્રુતજ્ઞાનનું વર્ણન આ પ્રમાણે-અહીં આગમમાં કહેલ સ્વરૂપ શ્રુતજ્ઞાની સમજી શકે એ વિવક્ષાથી આ પ્રમાણે
દ્રવ્ય - શાસ્ત્રના આધારે સર્વ દ્રવ્યને જાણે. ક્ષેત્ર – શાસ્ત્રના આધારે લોકાલોક રૂપ સર્વક્ષેત્રને જાણે. કાળ -- શાસ્ત્રના આધારે ભૂત-ભવિષ્ય અને વર્તમાન કાળને જાણે.
ભાવ - કેટલાક પર્યાયસહિત સર્વભાવને જાણે. એટલે ઔદયિકઆદિ સર્વભાવને જાણે પરંતુ સર્વદ્રવ્યના સર્વપર્યાય રૂપ ભાવને ન જાણે.