________________
જ્ઞાનનું વર્ણન
૪૯
જવાબ : તે બન્નેમાં બે બાબતમાં તફાવત છે. (૧) વિશુદ્ધિની અપેક્ષાએ (૨) અપ્રતિપાતિપણાની અપેક્ષાએ
(૧) વિશુદ્ધિ : ઋજુમતિ મનના ભાવોને અવિશુદ્ધપણે જાણે એટલે બહુ નિર્મળતાથી ચોક્કસપણે ન જાણે.
(૧) અપ્રતિપાતિ વિપુલમતિ મનના ભાવોને વિશુદ્ધપણે નિર્મળતાથી-ચોક્કસપણે જાણે.
(૨) ઋજુમતિ : આવેલ ચાલ્યું પણ જાય, ભવપર્યત રહે એવું નહીં. પ્રતિપાતિ છે.
(૨) વિપુલમતિ ભવપર્યત અથવા કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે તેથી તે અપ્રતિપાતિ છે.
મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત સંયમીને જ થાય અને તે પણ કેટલાક સંયમીને જ થાય, બધાને થાય તેવો નિયમ નથી. તીર્થંકર પરમાત્મા કરેમિ સામાઈય” એમ વ્રત ઉચ્ચરે તે વખતે થાય. એટલે દ્રવ્ય અને ભાવ બન્ને સંયમ હોય તેવા કેટલાક સંયમીને થાય. અપ્રમત્ત અવસ્થામાં થયા પછી પ્રમત્ત સંયત અવસ્થા પામે તો પણ રહે.
તેથી માત્ર દ્રવ્ય સંયમ હોય, સંયમના ગુણસ્થાનકને ન પામેલ હોય એટલે ભાવ સંયમ ન હોય તેવા આત્માને પણ ન થાય અને કોઈ આત્મા પરિણામથી-ભાવથી સંયમી હોય, પરંતુ સંયમવેશને ન પ્રાપ્ત કરેલ હોય તેમને પણ ન થાય.
હવે દ્રવ્યાદિથી વિચારણા કરવામાં આવે છે.
દ્રવ્ય : ઋજુમતિ અઢી દ્વીપના સંશી જીવોના મન રૂપે પરિણામ પામેલ અનંતાનંત પ્રદેશવાળા સ્કંધોને જાણે.
વિપુલમતિ વિશેષ અધિક તે સ્કંધોને વિશુદ્ધપણે સ્પષ્ટપણે જાણે.