________________
મન:પર્યવજ્ઞાનનું વર્ણન
૫૧ મન:પર્યવજ્ઞાનની જેમ વિશુદ્ધપણે જાણતો નથી, સ્પષ્ટપણે જાણતો નથી અને તે અપેક્ષાએ મન:પર્યવજ્ઞાની મનરૂપે પરિણામ પામેલ મનોવર્ગણાને વધારે વિશુદ્ધપણે જાણે છે.
(૨) ક્ષેત્ર : અવધિજ્ઞાનીને લોક અને અલોકમાં પણ અસંખ્ય ખંડુક જોવાની શક્તિ છે, જ્યારે મન:પર્યવજ્ઞાની માત્ર અઢીદ્વીપના જ સંજ્ઞી પંચે ના મનોભાવને જાણે.
(૩) સ્વામી : અવધિજ્ઞાનના સ્વામી ચારે ગતિના લબ્ધિ ૫૦ સંજ્ઞી જીવો છે. એટલે અસંજ્ઞીને ન થાય અને મન:પર્યવજ્ઞાનના સ્વામી કેટલાક સંયમી આત્માઓ જ છે.
(૪) વિષય : અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી દ્રવ્યોનો છે. ઉત્કૃષ્ટથી સર્વ પુદ્ગલરૂપ રૂપી પદાર્થોને જાણે, જ્યારે મન:પર્યવજ્ઞાની અઢીદ્વિીપમાં રહેલ હોય તેવા સંજ્ઞી પંચે. ના મન રૂપે પરિણામ પામેલ એવા મનોવણાના પુલોને જોઈ શકે.
પ્રશ્ન : અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનનો વિષય ઓછો છે છતાં તેનો નંબર ચઢીયાતો કેમ ?
જવાબ : જો કે મન:પર્યવજ્ઞાનનો વિષય ઓછો છે છતાં વિશુદ્ધિની અપેક્ષાએ અને સ્વામીની અપેક્ષાએ તે ચઢીયાતું છે.
એટલે અવધિજ્ઞાનથી સર્વરૂપી દ્રવ્યોને જોવા છતાં મન:પર્યવજ્ઞાની મનોવણા અને તે પણ મનરૂપે પરિણામ પામેલી જુએ છે છતાં વધારે વિશુદ્ધપણે અને ચોક્કસપણે જાણે છે.
જેમ હાઈસ્કૂલનો ટીચર આઠે વિષયને ભણાવે છે અને કોલેજનો પ્રોફેસર એક વિષયને જ સમજાવે તો પણ તે પોતાના વિષયમાં ઘણો નિપુણ હોવાથી તેનું ગ્રેડેસન ઊંચું ગણાય છે તેમ
સ્વામીની અપેક્ષાએ પણ અવધિજ્ઞાન ન હોય તો પણ નરકાદિને પણ ઉત્પન્ન થતાં જ થાય છે, જ્યારે મન:પર્યવજ્ઞાન અતિ વિશુદ્ધિવાળા