________________
શ્રુતજ્ઞાનના ૨૦ ભેદ
|
૩૯
ભાવ : ભવસિદ્ધિયા (ભવ્ય) ની અપેક્ષાએ સમ્યકત્વાદિ ગુણ પામે ત્યારે શ્રુતજ્ઞાન આવે અને કેવલજ્ઞાન પામે અથવા મિથ્યાત્વભાવ પામે ત્યારે ચાલ્યું જાય તેથી સાદિ સપર્યવસિત અને અભવસિદ્ધિયા (અભવ્ય) ની અપેક્ષાએ ક્ષાયોપથમિક ભાવથી શ્રત (જ્ઞાન કે અજ્ઞાનની વિવફા વિના) અનાદિથી છે અને તે ક્યારેય કેવલજ્ઞાન પામવાનો નથી. હંમેશા શ્રુતઅજ્ઞાન રહેવાનું તેથી અનાદિ અપર્યવસિત જાણવું.
(૧૧) ગમિક શ્રુત : દષ્ટિવાદ સૂત્રાદિમાં જે એક સરખા આલાવા હોય ફક્ત અમુક ભાવ બતાવનાર કેટલાક શબ્દોમાં તફાવત હોય એવા “એકસરખા આલાવાવાળા શાસ્ત્રોનું જ્ઞાન તે ગમિકશ્રુત.”
(૧૨) અગમિક શ્રુત : “એકસરખા આલાવા ન હોય તેવાં (કાલિકાદિ) સૂત્રોનું જ્ઞાન તે અગમિક શ્રુત.”
(૧૩) અંગપ્રવિષ્ટ વ્યુત : બાર અંગનું જ્ઞાન એટલે અત્યારે દૃષ્ટિવાદ વિચ્છેદ હોવાથી અગ્યાર અંગનું જ્ઞાન તે અંગપ્રવિણ શ્રત.
અગ્યાર અંગ : (૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩) ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસક દસાંગ (૮) અંતકૃતદસા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર અને (૧૨) દૃષ્ટિવાદસૂત્ર જે અત્યારે વિચ્છેદ પામેલ છે. આ ૧૨ અંગનું જ્ઞાન તે અંગપ્રવિષ્ટ શ્રુત.
(૧૪) અંગબાહ્ય શ્રુત : ગણધર ભગવંતો પછી થયેલ સ્થવિર ગીતાર્થ આચાર્યોના બનાવેલ શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિશીથ સૂત્રાદિનું જ્ઞાન તે અંગબાહ્ય. पज्जय-अक्खर-पय-संघाया, पडिवत्ती तह य अणुओगो । પાદુ -પાદુઈ-પાદુઈ, વલ્થ પૂળ્યા ય -સમાસા | ૭ |
શબ્દાર્થ : =પદદ્ભુત, સંધાયા=સંઘાતશ્રુત, પૂબી=પૂર્વશ્રુત, સમાસા=સમાસસહિત.