________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
દ્રવ્ય : એક વ્યક્તિની અપેક્ષાએ સાદિ એટલે એક આત્મા જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે તેનું જ્ઞાન તે શ્રુતઅજ્ઞાન હતું તે હવે શ્રુતજ્ઞાન કહેવાય. માટે તે સમ્યજ્ઞાનની અપેક્ષાએ સાદિ અને કેવલજ્ઞાન પામે અથવા ફરી મિથ્યાત્વે જાય ત્યારે કેવલજ્ઞાન પામવાથી તેમાં સમાવેશ થઈ જાય તેથી શ્રુતજ્ઞાનનો અંત આવે અથવા મિથ્યાત્વના કારણે શ્રુતઅજ્ઞાન થઈ જાય માટે સપર્યવસિત કહેવાય અને અનેક જીવોની વિવક્ષાએ જગતમાં સમ્યગ્દષ્ટિ હંમેશા હોય જ તેથી અનાદિ અને અપર્યવસિત.
૩૮
સારાંશ : એક વ્યક્તિની અપેક્ષાએ સાદિ સપર્યવસિત. અનેક વ્યક્તિની અપેક્ષાએ અનાદિ અપર્યવસિત.
ક્ષેત્ર : ભરત-ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ યુગલિકકાળમાં અને છઠ્ઠા આરામાં હંમેશ સમ્યગ્દષ્ટિ હોય એવું નથી તેથી સાદિ અને સપર્યવસિત.
મહાવિદેહમાં હંમેશા સમ્યગ્દષ્ટિ હોય તેથી તે ક્ષેત્રની અપેક્ષાએ અનાદિ અપર્યવાસિત.
કાળ : ઉત્સર્પિણી-અવસર્પિણી કાળની અપેક્ષાએ સાદિ અને સપર્યવસિત.
અહીં ઉત્સર્પિણી - પ્રાણીઓના આયુષ્ય-શરીરની ઊંચાઈ-બળબુદ્ધિ જે કાળમાં વધતાં જાય તે, અને અવસર્પિણી - પ્રાણિઓનાં આયુષ્યાદિ ઘટતાં જાય તે. આ બન્ને કાળ ભરત-ઐરાવતક્ષેત્રમાં હોય છે તેથી આ ક્ષેત્રોમાં કાળની અપેક્ષાએ સમ્યક્ત્વ હોય અને સમ્યક્ત્વનો અભાવ પણ હોય માટે સાદિ અને સપર્યવસિત અને નોઉત્સર્પિણી નોઅવસર્પિણી કાળ જ્યાં છે, તે મહાવિદેહ ક્ષેત્રમાં કાળની અપેક્ષાએ સમ્યક્ત્વી હંમેશા હોવાથી અનાદિ અને અપર્યવસિત
12211
ત