________________
૩૬
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
વિચારપૂર્વકનું જ્ઞાન, વર્તમાન સુખ-દુખાદિમાં, ભૂતકાળ અને ભવિષ્યકાળના નિમિત્તોનું પર્યાલોચન તે.
આ સંજ્ઞા ગર્ભજ મનુષ્ય, તિર્યંચ, સર્વ દેવ, નારકીને હોય.
ડાઉન મગજવાળા અથવા ગાંડા મનુષ્યને પણ આ સંજ્ઞા હોય. તેને ક્ષયોપશમ મંદ હોવાથી અસંજ્ઞી જેવો જણાય, પરંતુ ગર્ભજ હોવાથી તેને પણ દીર્ઘકાલિકી સંજ્ઞા હોય.
દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા : દૃષ્ટિવાદ (બારમું અંગ) સૂત્ર પ્રત્યે શ્રદ્ધાવાળા વિશિષ્ટ કૃતજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી હેય-ઉપાદેયના ઉચિત વિવેકવાળા સમ્યગ્દષ્ટિ જીવોનો બોધ તે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય.
જો કે આ સંજ્ઞાવાળાને દીર્ઘકાલિકી સંજ્ઞા પણ હોય તેથી તે પણ સંજ્ઞી કહેવાય. તેઓનું જ્ઞાન પણ સંજ્ઞીશ્રુત કહેવાય.
(૪) અસંજ્ઞી દીર્ઘકાલિકી સંજ્ઞા જેઓને ન હોય તેવા એકેન્દ્રિયવિકલેન્દ્રિય-અસંશી મનુષ્ય તિર્યંચનું જ્ઞાન તે અસંશી શ્રુત.
(૫) સમ્યકશ્રુત : “સમ્યગ્દષ્ટિ જીવોનું જ્ઞાન તે.” અહીં સમ્યકત્વ ત્રણ પ્રકારે છે. (૧) ઉપશમ (૨) લાયોપશમ (૩) ક્ષાયિક.
આ ત્રણે સમ્યકત્વ ચારે ગતિમાં સંજ્ઞી જીવોને હોઈ શકે છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ મિથ્યાશાસ્ત્રો ભણે-વાંચે-જાણે તો પણ તે સમ્યકકૃત કહેવાય. કારણ કે હેયને હેય અને ઉપાદેયને ઉપાદેયરૂપે સ્વીકારે છે. વળી જેને ક્ષયોપશમના કારણે અલ્પજ્ઞાન હોય જઘન્યથી અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન હોય તો તે પણ સમ્યગૂઠુત કહેવાય.
કારણ કે હેય-ઉપાદેય, સાર-અસારને યથાર્થપણે ગ્રહણ કરે છે. સમ્યગ્દષ્ટિના બનાવેલ જે ગ્રંથો હોય તે સમ્યકશ્રુત.