________________
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ
(૧) સંજ્ઞાક્ષર (૨) વ્યંજનાક્ષર (૩) લબ્બક્ષર (લબ્ધિ અક્ષર). સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષ૨ એ ઔપચારિક શ્રુતજ્ઞાન હોવાથી દ્રવ્યશ્રુત છે, જ્યારે લધ્યક્ષર એ વાસ્તવિક શ્રુતજ્ઞાન હોવાથી ભાવશ્રુત છે.
૩૪
સંજ્ઞાક્ષર : (૧) અક્ષરનો આકાર વિશેષ તે એટલે (૨) જુદીજુદી લીપીનું જ્ઞાન એટલે ભિન્ન-ભિન્ન લિપીના બોલેલા અક્ષરો લખી શકાય તે અર્થાત્ લખતાં આવડે તે સંશાક્ષર.
જેમકે, ક-ખ-A-B-અ-આવિગેરે ઉચ્ચારેલ અક્ષરો લખતાં આવડે તે. શાસ્ત્રોમાં ૧૮ પ્રકારની લિપી કહી છે તે લીપીનું જ્ઞાન તે સંજ્ઞાક્ષર ૧૮ લિપી આ પ્રમાણે છે.
(૧) હંસલિપી (૨) ભૂતલિપી (૩) યક્ષલિપી (૪) રાક્ષસી લિપી (૫) ઉડ્ડીલિપી (૬) યવની લિપી (૭) તુર્કી લિપી (૮) કીરી લિપી (૯) દ્રાવિડ લિપી (૧૦) સિંધી લિપી (૧૧) માલવી લિપી (૧૨) નટી લિપી (૧૩) નાગરી લિપી (૧૪) લાટ લિપી (૧૫) પારસી લિપી (૧૬) અનિમિત્તક લિપી (૧૭) ચાણક્ય લિપી (૧૮) મૂળદેવી લિપી.
ગુજરાતી લિપી તે લાટ લીપી અને હિંદી લીપી તે નાગરી લીપી હોય તેમ જણાય છે.
આ ઉપરાંત ઈગ્લિશ-ઉર્દૂ લિપી વિગેરે લિપીઓ પણ છે.
વ્યંજનાક્ષર : લખેલ-છાપેલ અક્ષરોનો ઉચ્ચાર આવડે તે વ્યંજનાક્ષર જેમ આ A કહેવાય B કહેવાય ક કહેવાય. એમ અક્ષરો-વર્ણોને ઓળખતાં આવડે તે.
લબ્ધિ અક્ષર : લખેલા અથવા ઉચ્ચારેલા-બોલેલા અક્ષરો અથવા શબ્દોનો ગર્ભિત ભાવ સમજવો તે.
જેમ ‘“તક્ર” શબ્દથી છાશનું, ‘“એપલ” શબ્દથી સફરજનનું જ્ઞાન થાય તે.