________________
Oી
છે.
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ કર્મવિષયક સંક્ષિપ્ત પ્રશ્નોત્તરી પ્ર. ૧. કર્મરૂપી કે અરૂપી ? જ. કર્મરૂપી છે. કારણ કે તે પુદ્ગલ સ્વરૂપ છે. પ્ર. ૨. જીવરૂપી કે અરૂપી ? જ. જીવ અરૂપી છે. કારણ કે તે વર્ણાદિથી રહિત છે. પ્ર. ૩. જીવ અને કર્મનો સંબંધ કેટલા કાળથી છે ? જ. જીવ કર્મ સંબંધ અનાદિકાળથી છે. પ્ર.૪. અનાદિના સંબંધવાળા કર્મ છૂટાં કેમ પડે ?
જ. જેમ સોનું અને માટી ઘણા કાળથી સંબંધવાળા હોવા છતાં મશીનથી છૂટાં પડે. જેમ દૂધ-પાણી એકાકાર હોવા છતાં હંસ તેને છૂટાં પાડે એટલે હંસ દૂધ પીવે અને પાણી રહી જાય તેમ અનુભવજ્ઞાન દ્વારા કર્મ છૂટાં પાડી શકાય.
પ્ર. ૫. કર્મ ન માનીએ તો શું વાંધો આવે ?
જ. આ જગતમાં જીવોમાં જે વિચિત્રતા દેખાય છે તેનું કારણ કંઈક તો માનવું જ પડે. કારણ કે કારણ વિના કાર્ય ન થાય.
પ્ર. ૬. જગતની વિચિત્રતાનું કારણ ઈશ્વર માનીએ તો ?
જ. ઈશ્વર તો નિરંજન નિરાકાર હોય, રાગ-દ્વેષથી રહિત હોય, તે આવી પ્રવૃત્તિ કરે નહીં અને કરે તો ઈશ્વર કહેવાય નહીં. અર્થાત્ ઈશ્વર જગત્કર્તા નથી, પરંતુ જગદષ્ટા છે.
પ્ર. ૭. ઈશ્વરે જગત બનાવ્યું એમ માનવામાં બીજો શું દોષ આવે?
જ. ઈશ્વરે જગત બનાવ્યું એમ માનીએ તો ઈશ્વરને કોણે બનાવ્યા. ઈશ્વરે જગત શામાંથી બનાવ્યું, અર્થાત્ તે તો હતા જ. આ રીતે ઈશ્વરને અનાદિ માનીને તેના બદલે જીવ અને કર્મનો સંબંધ અનાદિ માનવાથી વાસ્તવિકતા સમજાય. તેથી કર્મ અનાદિથી છે એમ માનવું. માટે જીવ