________________
૧૪
કર્મવિપાક : પ્રથમ કર્મગ્રંથ તેને કાર્મગ્રંથીક ભાષામાં એક સ્થાનીય-દ્ધિસ્થાનીય-ત્રિસ્થાનીય અને ચતુઃસ્થાનીય રસરૂપે, પુણ્ય (શુભ), પાપ (અશુભ), ઘાતી, અઘાતી વિગેરે રસ સ્વરૂપે નક્કી થાય તે રસબંધ. કેવું ભોગવાય છે તેવું નક્કી થવું તે રસબંધ.
(૪) પ્રદેશબંધ : પ્રદેશબંધ એટલે કર્મલિકોનો ઓછા-વધતા સ્વરૂપે પ્રમાણનો જથ્થો, તે પ્રદેશબંધ. જેટલો યોગનો વ્યાપાર વધારે એ પ્રમાણે કર્મના દળીયાનો જથ્થો વધારે ગ્રહણ કરે. જેટલો યોગ ઓછો એટલો કર્મના દળીયાનો જથ્થો ઓછો ગ્રહણ કરે. ઓછા બંધાય તો પણ અનંતા કર્મસ્કંધને તો ગ્રહણ કરે જ.
જેમકે કોઈક લાડુ નાનો હોય તો તેમાં કણિયા ઓછા હોય અને મોટો લાડુ હોય તેમાં કણિયા વધારે હોય. કોઈક ૧૦૦ ગ્રામનો લાડુ, કોઈક ૨૦૦ ગ્રામનો લાડું એમ કોઈક કર્મના ઓછા દળીયા હોય, કોઈક કર્મના વધારે દળીયા હોય તે પ્રદેશ બંધ.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય. સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય.
પુણ્ય (શુભ) કે પાપ (અશુભ) કોઈપણ કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અપેક્ષાએ સારો નહી પરંતુ પુણ્યકર્મનો રસબંધ વધારે થાય તેમ સારો. પાપકર્મનો રસબંધ ઓછો થાય તેમ સારું. કારણ કે પુણ્યનો વધારે રસ સારા (શુભ) પરિણામથી બંધાય. અને પાપનો વધારે રસ ખરાબ (અશુભ) પરિણામથી બંધાય. માટે જેનું કારણ સારું તેનું કાર્ય પણ સારું તેમ પાપમાં પણ વિચારવું.
પ્રકૃતિ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા સ્થિતિ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા રસ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા પ્રદેશ - બંધ, ઉદય, ઉદીરણા, સત્તા
૪૪૪=૧૬