________________
મતિજ્ઞાનનું વર્ણન
પુત્રના ઘેર આવવાના સમાચાર આપનાર જ્યોતિષ (જોષી) મહારાજને દક્ષિણા આપવા તેમના ગુરુની શાળા શોધતાં શોધતાં આવ્યા અને પ્રથમ તો પુત્રના મરી ગયાના સમાચાર બોલનાર બ્રાહ્મણ વિદ્યાર્થીને આવું ખોટું જોષ જણાવ્યું છે એમ ઠપકો (ઉપાલંભ) આપવા લાગ્યા.
ત્યારે ગુરુએ બંને વિદ્યાર્થીઓને કેવા સંયોગોમાં જવાબ આપ્યો. એમ પૂછતાં પ્રથમ અવિનીત વિદ્યાર્થીને પુછયું ત્યારે તેમણે કહ્યું કે – ગુરુજી ડોશીમા પૂછતાં હતાં ત્યારે ધ્રુજતાં-ધ્રુજતાં બોલતા હોવાથી માથા ઉપરથી પાણીનો ઘડો પડી ગયો, ફુટી ગયો તેથી “તમારો પુત્ર મરી ગયો” એમ મેં કહ્યું.
વિનીત વિદ્યાર્થીને પુછતાં તેણે જવાબ આપ્યો કે - ડોશીમાં જ્યારે પુછતાં હતા ત્યારે (૧) ગ્રહો ઉચ્ચ સ્થાને હતા. (૨) ઘડો ફૂટી જવાથી માટીનો ઘડો માટીને મળ્યો. (૩) ઘડાનું પાણી નદીના પાણીને મળ્યું. માટે આ પ્રશ્નનું ઉત્તમ ફળ સૂચવે છે. માટે માજીનો પુત્ર માજીને મળવો જોઈએ. એ ઉત્તમ ગ્રહોના સંયોગોના કારણે એ પ્રમાણે જવાબ આપ્યો.
આ રીતે વિનિત વિદ્યાર્થીને ગંભીરતાપૂર્વક વિચાર કરી જવાબ આપવાની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગુરુનો વિનયાદિ કરવાથી વૈનયિકી બુદ્ધિ કહેવાય.
(૩) પારિણામિકી બુદ્ધિ - વય-ઉંમરના પરિણામથી-ઉંમરની પરિપક્વતાએ “અનુભવજ્ઞાનના કારણે જે બુદ્ધિ-વિશેષ-જ્ઞાનશક્તિ ઉત્પન્ન થાય તે પરિણામિકી બુદ્ધિ કહેવાય.”
તે માટેની કહેવતો - - જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ
જ્યાં ન પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી. - ઘરડાં ગાડાં વાળે.