________________
૨૯
મતિજ્ઞાનનું વર્ણન
મતિજ્ઞાનના ૨૮ ભેદ સ્પર્શેન્દ્રિયના ૫ ભેદ વ્યંજનાવગ્રહનાને ૪ રસનેન્દ્રિયના ૫ ભેદ અર્થાવગ્રહનાને ૬ ધ્રાણેન્દ્રિયના૫ ભેદ ઈહાના – ૬ શ્રોતેન્દ્રિયના– ૫ ભેદ અપાયના – ૬ ચક્ષુરિન્દ્રિયના- ૪ ભેદ ધારણાના – ૬ મનના – ૪ ભેદ ૨૮ ભેદ
૨૮ આ પ્રમાણે બન્ને રીતે ૨૮ ભેદ જાણવા. જ્યારે જ્ઞાનના ૫૧ ખમાસમણ દેવા હોય ત્યારે આ મતિજ્ઞાનના ૨૮માંથી એક એક ભેદ દુહા સાથે બોલવા અને ખમાસમણ દેવું જેમ :
(૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાનાય નમઃ
મતિજ્ઞાનના ૧૨ ભેદ (૧) બહુજ્ઞાન-ઈન્દ્રિય વડે ગ્રહણ કરેલા વિષયમાં ઘણા પદાર્થનું જ્ઞાન.
જેમ - દાળ-શાક વાપરતાં તેમાં જીરુ, મરચું, હળદર, ગોળ, લીંબુ આદિની ખટાશ વિગેરે ઘણા પદાર્થનો ખ્યાલ આવે છે.
આ રીતે દરેક વ્યાખ્યામાં સમજવું. (૨) અબહુ - કેટલાક પદાર્થનું જ્ઞાન.
શ્રોતેન્દ્રિય દ્વારા ગ્રહણ કરેલ વાજિંત્રોના અવાજમાં કેટલાક
વાજિંત્રોનો અવાજ સમજાય. ઘણા બધાનો નહીં તે. (૩) બહુવિધ - તીવ્ર-મંદ-મંદતર ધર્મસહિત જ્ઞાન.
ધ્રાણેન્દ્રિય દ્વારા ગ્રહણ કરાયેલ બગીચાના પુષ્પોની સુગંધમાં અમુક ફુલની સુગંધ ઘણી અને સારી છે. કેટલાકની મંદ (ઓછી) છે એવો ખ્યાલ આવે છે.