________________
મંગલાચરણાદિ
પરંપર પ્રયોજન - આ પ્રકારની રચના દ્વારા પરંપરાએ કર્મક્ષય કરી મોક્ષપદને પામી શકાય માટે
(૨) પર પ્રયોજન :- ભણનારનું પ્રયોજન
અનંતર પ્રયોજન - જ્ઞાન મેળવીને-ભણીને પોતાના આત્માના અનંત જ્ઞાન પરના આવરણને દૂર કરવા.
પરંપર પ્રયોજન – જ્ઞાન ભણવા દ્વારા, સમજવા દ્વારા કર્મરહિત થઈ પરંપરાએ મોક્ષ સુખને પામવું.
આ ગ્રંથનો સંક્ષિપ્ત પરિચય વિષય : કર્મવિપાક સંબંધ : આગમ પરંપરા, વાચ્ય-વાચકભાવ. પ્રયોજન અનંતર ભવ્ય જીવોના બોધ માટે,પરંપર-મોક્ષપ્રાપ્તિ માટે.... ગ્રંથરચના : પૂ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. ટબાના વિવેચનકાર : પૂ. જીવવિજયજી મ. સા.
પ્રભુવીર પરમાત્મા જેમ કોઈ પણ કર્મની સામે ઝઝૂમ્યા નથી. વીરની વીરતાના વખાણ કરવા જોઈએ. તેમણે ૧૨ વર્ષ સુધી લગાતાર કર્મની સામે લડાઈ કરી છે, કર્મસત્તાની સામે વિજય મેળવવા માટે. તેથી જ મહાવીર સ્વામી ભગવાનને વંદના કરવામાં આવી છે.
જગતું આખું કર્મથી પરાધીન છે. ફક્ત સિદ્ધ પરમાત્મા સ્વાધીન છે.
કર્મ વિપાક” એ વિષય છે. કર્મ અને કર્મનો વિપાક આ બંને શબ્દને સમજવા જરૂરી છે. જ્યારે જીવ કોઈપણ ક્રિયા કરે તેના દ્વારા જે કાર્મણવર્ગણા આત્મા સાથે ચોંટે છે તેને કર્મ કહે છે અને જ્યારે તે અનુભવમાં આવીને ભોગવાય છે તેને કર્મનો વિપાક કહેવાય છે. તેથી આ ગ્રંથનો વિષય “કર્મ વિપાક છે. એટલે કયા કર્મથી આત્માને