________________
MARS štu UUU
જૈનશાસનના સમસ્ત આરાધકોની નિત્યક્રમ મુજબ કરાતી ક્રિયાદ્વારા સધાતી સાધના પ્રાણવંત બને અને દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયાનું કારણ બને માટે યત્કિંચિત પ્રયત્ન પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તેમાં સાર્થ પંચ પ્રતિક્રમણ સૂત્ર સાથે શુદ્ધ ઉચ્ચારણ વિધિ, સૂત્રની છંદ માહિતિ સાથે ગાવાની રીત, સૂત્રની અનુપ્રેક્ષા સાથે સંપદા આદિ જ્ઞાન, સચિત્ર સત્તરસંડાસા પૂર્વક ખમાસમણ અને આવર્ત વિધિ સાથે વાંદરા, સચિત્ર મુહપત્તિ પડિલેહણ વિધિ, સચિત્ર દશત્રિક સાથે જિનપૂજાવિધિ અને પાંચેય પ્રતિક્રમણની વિધિ હેતુ સાથે આપવામાં આવેલ છે. તે સિવાય પણ અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ આવૃતિની ૫૦૦૦ નકલ સવા વરસમાં પૂર્ણ થઈ જતાં ફરીવાર તેટલી જ નકલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અને હિંદિ ભાષામાં ૩૦૦૦ નકલા પ્રકાશિત કરેલ છે. ધાર્મિક અને વ્યવહારિક પ્રસંગને વિશેષ અજવાળવા આ પુસ્તક ભેટ આપવા માટે અવશ્ય મંગાવવા જેવું છે. Jal a nternationalto van Personal use only www.ainelib