________________
૦૮ શ્રી જેનહિતોપદેશ ભાગ ૨ જો, જરૂર છે. કેમકે તેના ઉપર લાખગમે માણસના ભવિષ્યને સવાલ રહે છે.
સત્યના રાગીએ લક્ષમાં રાખવું જોઈએ કે દુનિયામાં અને સત્ય બોલવાનાં કારણ માત્ર કોધ, માન, માયા, લેભ, ભય કે હાસ્યજ હોય છે, અને જેમ બને તેમ કાળજીથી તેવાં કારણેને દૂર કરીને સત્યજ વચન વદવું. એવા સત્યવાદીને સુયશ કાલિકાચાર્યની પેરે ચિર સ્થાયી રહે છે.
સત્યની ખાતર પિતાના પ્રિય પ્રાણને પણ ગણે નહિ તેજ સત્ય ધર્મને અધિકારી છે. એમ સમજીનેજ યુધિષ્ઠિર પ્રમુખે પ્રાણત સુધી તે વ્રતનું પાલન કર્યું છે.
જે માણસ વિવેકથી વિચારીને પ્રસંગોપાત, હિત, મિત, ભાષણથી સર્વને પ્રિય લાગે એવું સત્ય વચન બેલે છે. તેનું વચન સર્વ માન્ય થવાથી અંતે તે અભીસિત કાર્ય સુખે . સાધી શકે છે. - તેતો જીભ, મૂંગાપણું, મુખપાકાદિ રોગ, મૂર્ખતા, દુઃખ અને અનાદેયવચનાદિક સર્વ અસત્યનાંજ ફળ સમજીને તેનાથી સુબુદ્ધિજનેએ દૂર રહેવું. તેમજ બીજા પણ યોગ્ય છેને દૂર રહેવા પ્રેરણું કરવી.
* એની જીભ, સુસ્પષ્ટ ભાષિત્વ, નિર્દોષતા, પાંડિત્ય, સુવર, અને આદેયવચનાદિક સર્વ સત્યનાંજ ફળ સમજીને શાણુ માણસોએ સદા સત્યને જ પક્ષ કરીને સત્યવ્રતનું પાલન કરવા ઉજમાળ રહેવું.