________________
૧૧૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે. આપની જિજ્ઞાસા થયેલી જોઈને મારે તે દૂધમાં સાકર મળ્યા બરાબર થયું છે.
ચારિત્ર–ખરેખર આવું ઉત્તમ નામ ધરાવીને અને દુનિયા આગળ આવે છેટે દમામ રાખીને ખરા ચારિત્ર સંબંધી ગુણ વિના કેવળદંભ-માયાથી જીવવા કરતાં તે મરવું જ મને તે હવે બહેતર લાગે છે.
સુમતિ–સ્વામીજી ! આપ ચતુર છે. ખરા ચારિત્રના અર્થી દરેક શમ્સને એટલી ચાનક ચઢયા વિના તે પતિત અને વસ્થાને તજી શકે જ નહિ.
ચારિત્ર –પણ પ્રિયે! જે તું મને હિતકારી વચન કહેવા ઇચ્છે છે તે હવે વિલંબ કર્યા વિના કહે, કેમકે કહ્યું છે કે શ્રેય કામમાં બહુ વિન્ન આવે છે.”
સુમતિ-આપનું કહેવું યથાર્ય છે અને તેથી આપ સાહેબની આજ્ઞાને અનુસરીને હું મારું કતવ્ય બજાવવાને તપર થઈ છું. જે જે આપને મારી ફરજ વિચારીને કહીશ તેનું આપ કૃપા કરીને મનન કરતા રહેશે.
ચન્દ્રિ–પ્રિયે ! તારાં અમૃત વચનનું હું આદરપૂર્વક પાન કરીશ અને તે વડે મારા ત્રિવિધ તપ્ત આત્માને શાન્ત કરીશ એ નિરો સમજજે.
સુમતિ--આપના આત્માને સર્વથા શાન્તિ સમાધિ મળે તેમજ અસમાધિનાં ખરાં કારણેને ક્ષય થાઓ ! અને સમાધિનાં ખરાં સાધન પ્રાપ્ત થાઓ. - ચારિત્ર –મને ખાત્રી થઈ છે કે તારે સ્થાયી સમાગમજ સર્વ સમાધિનું મૂળ કારણ છે. અને તેથી અસમાધિના