Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 318
________________ ૧૪ શ્રી જૈને હિતોપદેશ ભાગ ૩ જો, વી સન્માર્ગમાં સ્થાપી તેમને યથેચિત સહાય આપવી તે ખરે કલ્યાણને માર્ગ છે. (૧૩૦) સર્વ જેને આત્મ સમાન લેખીને કઈને કઈ રીતે મનથી, વચનથી કે કાયાથી હણ નહિ, હણાવે નહિ. કે હણનારને સંમત થવું નહિ એ પ્રથમ મહાવ્રતનું સ્વરૂપ છે. એમ સર્વત્ર સમજી લેવાનું છે. (૧૩૧) ધાદિક કષાયથી, ભયથી કે હાસ્યથી જુઠ બેલવું નહિં, જુઠ બોલાવવું નહિ તેમજ જુઠ બોલનારને સંમત થવું નહિં એ બીજું મહાવત છેપવિત્ર શાસ્ત્રના માર્ગને મુ કીને સ્વછંદે બોલનાર મૃષાવાદી જ છે. (૧૩૨) પવિત્ર શાસ્ત્રની આજ્ઞા વિરૂદ્ધ કઈ પણ ચીજ સ્વામીની રજા વિના લેવી નહિ, લેવડાવવી નહિ, તેમજ લેનારને સંમત થવું નહિ. સંયમના નિર્વાહ માટે જે કાંઈ અશન વસનાદિક જરૂર હોય તે પણ શાસ્ત્ર અજ્ઞા મુજબ સદ્દગુરૂની સંમતિ લઈને અદીનપણે ગવેષણ કરતાં નિર્દોષ મળે તેજ ગ્રહણ કરવું એ ત્રીજું મહાવ્રત કહ્યું છે. (૧૩૩) દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી વિષયગ મન, વચન, કે કાયાથી સેવવા નહિ બીજાને સેવડાવવા નહિ અને સેવનારને સંમત થવું નહિ એ ચોથું મહાવ્રત જાણવું. (૧૩૪) કંઈ પણ અ૫ મૂલ્યવાળી કે બહુ મૂલ્યવાળી વસ્તુ ઉપર મુછ રાખવી નહિ, સંયમને બાધકભૂત કઈ પણ વસ્તુને સંગ્રહ કરે નહિ, કરાવે નહિ, તેમજ કરનારને સંમત થવું નહિ. એ પાંચમું મહાવ્રત છે.

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352