________________
વૈરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય.
૫૩
કે ગુણદોષની ખાત્રી થઇ શકતી નથી. વિવેક વડેજ અસત્ વસ્તુના ત્યાગ કરીને સદ્ વસ્તુના સ્વીકાર કરી શકાય છે.
(૧૯૦) જેમ નિર્મળ ારસામાં સામી વસ્તુનું ખરાખર પ્રતિબિંબ પડી રહે છે, તેમ નિર્મળ વિવેકયુકત હૃદયમાં વસ્તુનું યથાર્થ ભાન થાય છે. જેમ સૂક્ષ્મદર્શક ચ ́ત્રથી સુક્ષ્મ વસ્તુ સહેલાઇથી દેખી શકાય છે, તેમ વિવેકના અધિકાધિક અભ્યાસથી સુક્ષ્મમાં સુક્ષ્મને દુરમાં દુર રહેલાં પદાર્થનુ યથાય ભાન થઈ શકે છે માટે જ્ઞાની પુરૂષા વિવેક રહીતને પશુ માનેછે,
(૧૯૧) વિવેકી પુરૂષ આ મનુષ્ય ભવના ક્ષણને પણ લાખેણા ( લક્ષ મુલ્ય અથવા અમુલ્ય) લેખે છે.
(૧૯૨) જેમ રાજહંસ પક્ષી ક્ષીર નીરને જુદાં કરીને ક્ષીઃ ” માત્ર ગ્રહે છે, તેમ વિવેકી પુરૂષ દોષ માત્રને તજી ગુણ
માત્રને ગ્રહણ કરે છે.
(૧૯૩) મનની ક્ષુદ્રતા (પારકાં છિદ્ર જોવાની બુદ્ધિ) મટવાથીજ ગુણ ગ્રાહકતા આવે છે, ગુણ ગુણીના ચાગ્ય આદરસા૨ કરવારૂપ વિનયગુણથી ગુણુ ગ્રાહકતા વધતી જાય છે. (૧૯૪) વિનય સર્વગુણાનું વશીકરણ છે. ભકિત ચા બાહ્યસેવા, હૃદય પ્રેમ યા બહુમાન, સદ્ગુણુની સ્તુતિ અવગુણને ઢાંકવા અને અવજ્ઞા, આશાતના, હેલના, નિંદા કે ખિ'સાથી દુર રહેવુ એવા વિનયના મુખ્ય પાંચ પ્રકાર છે.
(૧૯૫) જેમ અણુધાયેલા મેલા વસ્ત્ર ઉપર રંગ ચડી - ક્રતા નથી. અથવા વિષમ ભૂમિમાં ચિત્ર ઉડી શકતું નથી. તેમ વિનયાદિ ગુણુ હીનને સત્ય ધર્મની પ્રાક્ષી થઈ શકતી નથી.