Book Title: Jain Hitopadesh
Author(s): Karpurvijay
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 331
________________ વૈરાગ્યસાર અને ઉપદેશ આહસ્ય. ૧૫૭ ચંતા નાયક) શ્રેષ્ઠ છે. (૨૩૧) સુવિહિત સાધુજને મોક્ષમાર્ગના ખરા સારથી છે એવી શુદ્ધ શ્રદ્ધાથી ક્ષાર્થી ભવ્ય જનેએ, તેમનું દઢ આલંબન કરવું અને તેમની લગારે પણ અવજ્ઞા કરવી નહિ. (૨૩૨ ) ગ્રહણ કરેલાં વ્રત યા મહાવ્રતને અખંડ પામળનાર સમાન કેઈ ભાગ્યશાળી નથી, તેનું જ જીવિત સફળ છે. (૨૩૩) ગ્રહણ કરેલાં વ્રત કે મહાવતને ખડીને જે જીવે છે તેની સમાન કોઈ મંદભાગ્ય નથી. કેમકે તેવા જીવિત કરતાં તે ગ્રહણ કરેલા વત કે મહાવ્રતને અખંડ રાખીને મરવું જ સારું છે. (૨૩૪) જેને હિતકારી વચને કહેવામાં આવતાં છતાં બિલકુલ કાને ધારતું નથી અને નહિં સાંભળ્યા જેવું કરે છે તેને છતે કાને બહેરેજ લેખ યુક્ત છે, કેમકે તે શ્રેત્રને સફળ કરી શકતું નથી. (૨૩૫) જે જાણી જોઈને ખરે રસ્તે તજીને બેટે માર્ગે ચાલે છે, તે છતી આંખે આંધળે છે એમ સમજવું. (૨૩૬) જે અવસર ઉચિત પ્રિય વચન બેલી સામાનું સમાધાન કરતું નથી તે છતે મુખે મૂંગે છે, એમ શાણા માણસે સમજવું. (૨૩૭) મેક્ષાર્થી જનેએ પ્રથમપદે આદરવા યોગ્ય સદ્દગુરૂનું વચન જ છે. (૨૩૮) જન્મ મરણના દુઃખને અંત થાય એ ઉપાય વિચક્ષણ પુરૂષે શીધ્ર કર યુકત છે કેમકે તે વિના કદાપિ તવથી શાંતિ થતી નથી. (૨૩૯) તત્ત્વજ્ઞાન પૂર્વક સંયમાનુષ્ઠાન સેવવાથી જ ભવને.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352