________________
૪૮ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો. નિપણું એજ ખરૂં સમતિ છે. અને નિર્મલ સમકિત એજ મુનિપણું છે. શુદ્ધ સમકિત વિના ખરૂં મુનિ પણું સંભવતું જ નથી. મુનિપણું જ્યાં સુધી જાળવી રખાય છે, ત્યાં સુધી સમ કિત કાયમ રહે છે.
૨. આત્મા પિતે પિતામાં રહેલું જે શુદ્ધ સ્વરૂપ જે વડે જાણે છે તે જ મુનિની રત્નત્રયીમાં જ્ઞાન દર્શન અને ચારિત્રની એકતા રૂપ છે. સમ્યમ્ જ્ઞાનથી સ્વ સવરૂપને સારી રીતે સમજી શકે છે. સમ્યમ્ દર્શનથી રવ સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા પ્રતીતિ થઈ શકે છે. અને સમ્યગૂ ચારિત્રથી આત્મ-સ્થીરતા એટલે સ્વરૂપ રમણ થઈ શકે છે. સમ્યમ્ જ્ઞાન દર્શન અને ચારિત્રની એકતા એ જ મુનિ પણું છે.
૩. જ્ઞાન દર્શન અને ચારિત્ર મુનિપણના ભાવથીજ સાથક છે, વિભાવને ત્યાગ અથવા સ્વભાવને સ્વીકાર કરે એજ મુનિપણું છે. તેવા આચરણ વિનાને મુનિ વેષ વિડંબના રૂપજ છે, જ્ઞાનવડે શુદ્ધ શુદ્ધ હિતાહિતને વિવેક જાગે છે. દશનવડે તેની યથાર્થ પ્રતીતિ બેસે છે, અને ચારિત્રથી અહિતના ત્યાગ પૂર્વક હિત પ્રવૃતિ થાય છે. ઉક્ત જ્ઞાન દર્શન અને ચારિત્ર - ળીને રત્નત્રયી કહેવાય છે. એ રત્નત્રયીને સમ્યગૂ સેવનારા મુનિ કહેવાય છે. ઉક્ત મુનિની રહેણી કહેણી એક સરખી હોય છે કેમકે તે જ્ઞાન અને ક્રિયાને એક સરખી રીતે સ્વીકાર કરે છે અને અન્ય મેક્ષાર્થીને પણ તે જ હિતકારી માર્ગ બતાવી જન્મ મરણનાં અનંત દુખમાંથી મુક્ત કરવા યત્ન સેવે છે.
૪. મણિ–રત્ન હાથમાં આવ્યા છતાં તેને આદર કરી શકાય નહિ તેમજ તેનું ફલ મેલવી શકાય નહિ તે જાણવું