________________
સવનયાશ્રય-અષ્ટકમ.
૧૨૧
સમાવેશ થાર રાવત, એ
સાચુ છે.
નાર નય કહેવાય છે. તેવા નય અનંત હવા ઘટે છે તે પણ અત્ર થુલતાથી સાત નયનું કથન કર્યું છે, તેમાં શેષ સર્વેને સમાવેશ થઈ જાય છે. નિગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દ, સમભિરુ, અને એવભૂત. એ સાતે નયનાં નામ છે. તેનું વિશેષ વ્યાખ્યાન બીજા ગ્રંથેથી જાણવા ગ્ય છે. અત્ર તે ફક્ત સમુચ્ચય નનું સ્વરૂપ કહેલું છે. સર્વે ને ઉતાવલા છતાં સ્વવસ્તુધર્મમાં વિશ્રામ કરનારા છે. અર્થાત્ વસ્તુ ધર્મને તજી બહાર જતા નથી, એમ સમજી ચારિત્ર ગુણમાં લીન સાધુ સર્વ નયને સમાશ્રય કરે છે, સર્વ નયને અભિપ્રાય સાથે મળતાં જ સંપૂર્ણ વસ્તુ-અનંત ધર્માત્મક સમજાય છે, બીજી રીતે બલિ ચે તે સર્વ નયને એકી સાથે આશ્રય કરનારજ ચારિત્ર ગુણમાં લીન હોઈ શકે છે, પણ બીજો નહિં. - ૨. જુદા જુદા ના પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષથી કદથિત થાય છે. અર્થાત્ એકેક જુદા જુદા નયને જ અવલંબનારની માંહોમાંહે અપક્ષ અને પરપક્ષથી કદથના થયા કરે છે. પણ સર્વ નયને સરખી રીતે આદરનાર તે સમતા સુખને જ આસ્વાદ કરે છે. તાત્પર્ય એ નીકળે છે કે સમતારસ ( શાન્તરસ) ના અર્થી અને તે સર્વ નયને સરખી રીતે જ આશ્રય કર યોગ્ય છે. અર્થાત્ નિરપેક્ષપણે કેઈ નયનું ખંડન મંડન કરવા પ્રવર્તવું નહિં.
૩. સામાન્ય કથન માત્ર, અપ્રમાણ પણ નથી તેમ પ્રમાણ પણ નથી. તેની તેજ વાત સ્યાત્ પદથી વિશેષિત થાય તે તે પ્રમાણભૂત થાય છે. જેમકે વસ્તુ નિત્ય છે, એ કથન સામાન્ય હોવાથી અપ્રમાણુ નથી તેમ પ્રમાણ પણ નથી. પણ “સ્થાત્