________________
અનુભવાષ્ટકમ
- ૨ શાસ્ત્ર તે ફકત દિગ્ગદર્શન કરાવે છે. બાકી સંસારને પાર તે અનુભવજ કરાવે છે. જેમ કે માર્ગમાં મળેલું માણસ માર્ગબ્રણને ખરા માર્ગની દિશા બતાવી દે છે તેમ શાસ્ત્ર પણ મેક્ષને માગે આમ છે એમ બતાવી દે છે. પણ જેમ સાથે લીધેલે ભેમિયે ઠેઠ માગે પહોંચાડી આપે છે, તેમ સહજ અનુભવ જ્ઞાન પણ ઠેઠ પાર પહોંચાડે છે.
૩. વિશુદ્ધ અનુભવ વિના શાસ્ત્રની સેંકડો યુનિવડે પણ પરમાત્મતવ સમજી શકાય તેવું નથી. જેનું સ્વરૂપ જ શબ્દ, રૂપ, રસ, ગધ, અને સ્પશરહિત હવાથી અતીન્દ્રિય છે, તેનું પ્રતિપાદન અક્ષર–વર્ણ વાકયમાત્રથી શી રીતે થઈ શકે. એક અરૂપી આત્મદ્રવ્ય અને બીજું દષ્ટાંત દઈને તે સુખેથી સમજી શકાય એવું કંઈ ઉપમાન નજરે જ પડતું નથી, તેથી અંતે એવાજ નિશ્ચય ઉપર આવી શકાય કે પરમા મતવ જેવું કંઈ બીજું છેજ નહિ. તે તવ પામેલા સર્વ સમાન જ છે, તથા તે સત્ય અનુભવ થયે જ તે તત્વ સમજી શકાય એમ છે, પણ અનુભવ જ્ઞાન પ્રગટયા વિના પરમાત્મતત્વ યથાર્થ સમજી શકાય તેમ નથી. માટે તે અનુભવ પ્રગટાવવા શ્રુતજ્ઞાન વિષયે પૂરતો પ્રયત્ન કર યુક્ત છે.
૪. જે હેતુવાદે કરી આવા અતીન્દ્રિય પદાર્થોને નિશ્ચય થાત હતા તે તે તે ક્યારને કરવા પંડિતે ચુકત નહિ, પણ તેમ કરવું અશકય જાણીને તેઓ કરી શક્યા નથી. તર્ક, અનુમાન કે યુકિત વિગેરેથી તેઓએ આત્માદિ અરૂપિ-દ્રવ્યને નિશ્ચય કર્યો હતો તે સંબંધી કઈ જાતને વિવાદ રહેતજ નહિ. પણ તેમ થઈ શકે જ નહિ. તેમ કરવાને અનુભવજ્ઞાનની ખાસ