________________
પૂજાષ્ટકમ.
રસ્થાર્થ ૧. પૂજ્ય પૂજા બે પ્રકારની છે. એક દ્રવ્યપૂજા તથા ભાવપૂજા. શુદ્ધ લક્ષથી કરવામાં આવતી દ્રવ્યપૂજા ભાવપૂજાનું કારણ હોવાથી અધિકારી જીવને અધિક ઉપકારી થાય છે. ગૃહસ્થ દ્રવ્યપૂજાને મુખ્યપણે અધિકારી છે, અને મુનિ ભાવપૂજા નાજ અધિકારી છે. પરંતુ ગૃહસ્થ પણ શુદ્ધ લક્ષથી દ્રવ્યપૂજાવડે ભાવ સાધી શકે છે. તેથી તે અંતે ભાવપૂજાને પણ અધિકારી થઈ શકે છે. માટે સ્વ સ્વઉચિત કર્તવ્ય કરવામાં પ્રમાદ નહિં કરતાં શુદ્ધ લક્ષપૂર્વક આત્માર્પણ કરતાં રહેવું જોઈએ. પ્રથમ ભાવપૂજાનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે, એવા શુદ્ધ ઘી જે ગૃહસ્થ દ્રવ્યપૂજા કરવામાં આદરવંત થાય તે તે પણ અંતે તે ભાવને પામે. મુનિનું તે ખાસ કર્તવ્ય જ છે. માટે તેને ઉદ્દેશીને મુખ્યપણે અત્ર કથન છે, પણ એવું લક્ષ ગૃહસ્થને પણ કર્તવ્ય છે.
૨. હે ભાઈ નિર્મલદયા-જલથી સ્નાન કરી સંતેષરૂપી શુભ વસ્ત્રને ધારી, વિવેકરૂપ તિલક કરી, ભાવનાવડે પવિત્ર આશય બની, ભકિતરૂપ કેશર ઘેલી, શ્રદ્ધારૂપ ચંદન ભેળવી, તેમજ અન્ય ઉત્તમ ગુણરૂપ કસ્તુરી પ્રમુખ સંજી નવવિધ બ્રહ્મચર્યરૂપ નવ અંગે શુદ્ધ આત્મારૂપ દેવાધિદેવની તું ભાવથી પૂજા કર. - ૩, ક્ષમારૂપી સુગંધી પુષ્પમાલા તથા દ્વિવિધ ધર્મરૂપ વસ્ત્ર યુગલ તથા શુભ ધ્યાનરૂપ શ્રેષ્ઠ આભરણ છે મહાનુભાવ? તે પ્રભુના અંગે તું સ્થાપ. અર્થાત્ એવા સદ્ગુણેને તું ધારણ કર. એ સદ્ગણે તારે અવશ્ય ધરવા જેવા જ છે.