________________
ભવ ઉઠેગાષ્ટકમ, ૫. આવા ભયંકર ભવસમુદ્રથી અત્યન્ત ઉદ્વેગ પામેલ જ્ઞાની પુરૂષ તેને તરી પાર જવાને ઉપાય સર્વ યત્નથી આશરે છે. સમયજ્ઞ પુરૂષ આવા ભયંકર સંસારને તરવા પ્રમાદને તજી રત્નત્રયીનું સમ્યગૂ સેવન કરે છે.
૬. જેવી રીતે સંપૂર્ણ તેલના પાત્રને હાથમાં લઈ ચાલનાર તેમજ રાધાવેધને સાધનાર સાવધાન થઈ રહે તેવી જ રીતે ભવજીરૂ મુની સ્વચરિત્ર ક્રિયામાં સાવધાન થઈ વર્તે છે. જન્મ મર
નાં અનંત દુઃખથી બીધેલા ભવભીરૂ મુનિ ધર્મકરણમાં પ્રમાદ. શીલ થતાજ નથી. પ્રત્યક્ષ પુદ્ગલિક સુખ તજીને દેહને દમવા તે કેમ ઉજમાલ થતા હશે? એવી શિષ્યની શંકાનું શાસ્ત્રકાર સમાધાન કરે છે.
૭. જેમ વિષનું ઔષધ વિષ છે, અને અમિથી દધ થયેલાનું ઐષધ અમિજ છે તેમ ભવભીરૂ મુનિને ઉપસર્ગ સંબંધી દુઃખને ડર લાગતું જ નથી. જેમ કેઈને સાપ કરડ હોય ત્યારે તેને લીમડે ચવરાવે છે, અને અગ્નિથી દાઝેલાને અગ્નિને જ શેક કરે છે, તેમ જન્મ મરણનાં દુઃખથી ત્રાસ પામેલા મુનિ તે દુઃખને કાપવા માટે વિવિધ ઉપસર્ગ સંબંધી દુઃખને સમભાવે સહન કરે છે તેથી તે ભવ દુઃખથી મુક્ત થઈ શકે છે. એવી સંપુર્ણ ખાત્રીથીજ વિવિધ ઉપસર્ગ પરિષહાદિક સંબધી દુખને સમયજ્ઞ મુનિ સ્વાધીનપણેજ સમભાવથી સહન કરવા તત્પર રહે છે.
૮. ભવભીરપણાથી જ વિવેકવાન મુનિ ધર્મ વ્યવહારને સ્થિરતાથી સેવે છે. જન્મ મરણના ભયથી જ સમય મુનિ વ્યવહાર માર્ગનું દઢ આલંબન લઈ નિશ્ચય માર્ગને સાધે છે. વીતરાગ પ્રણીત સ્યાદ્વાદ માર્ગનું સાવધાનપણે સેવન કરવા સમય