________________
४४ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૩ જો, निष्कासनीया विदुषा, स्पृहा चित्त गृहाबहिः ॥ अनात्मरति चांडाली, संगमंगी करोति या॥ ४॥ स्पृहावन्तो विलोक्यंते, लघवस्तृणतूलवत् ॥ महाश्चर्य तथाप्येते, मज्जन्ति भववारिधौ ॥ ५॥ गौरखं पारवंद्यत्वात्, प्रकृष्टत्वं प्रतिष्ठया ॥ ख्याति जाति गुणात्स्वस्य, प्रादुष्कुर्यान्न निःस्पृहः ६ भूशय्या भैक्षमशनं, जीर्णं वासो वनं गृहम् ॥ तथापि निःस्पृहस्याहो, चक्रिणोऽप्यधिकं सुखम्।।७। परस्पृहा महा दुःखं, निःस्पृहत्वं महा सुखम् ॥ एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥ ८॥
॥ रहस्याथ ॥ ૧. સહજ આત્મ સંપત્તિની પ્રાપ્તિ થયા બાદ બીજું કઈ પણ પ્રાપ્ત કરવું બાકી રહેતું જ નથી. એવા આત્મ ઐશ્વર્ય સં. પન્ન મુનિ પરસ્પૃહારહિત-નિસ્પૃહ બની જાય છે. સર્વ રૂદ્ધિ અને સમૃદ્ધિ ઘટમાં જ રહેલી છે. તેવી સહજ સાહેબી જે પ્રગટ થવા પામે તે બીજી બાહ્ય-તુચ્છ બાબતમાં મુંઝાવાનું રહેતું નથી જ. સહજ અશ્વર્યવાન મુનિ પરની પરવા રહિત હેવાથી અને ઉત્તમ સદ્ગુણથી ભરપુર હોવાથી નિસ્પૃહ થઈ જાય છે.