________________
૧૫૮ શ્રી જેન હિરા ભાગ ૨ એ. પાંચ અણુવ્રત, દિગૂ વિરમણ, ભોગપભોગ વિરમણ અને અનર્થદંડ વિરમણરૂપ ત્રણ ગુણવ્રત તથા સામાયક, દેશાવગાસિક, પષધ અને અતિથિ સંવિભાગરૂપ દ્વાદશત્રત ગૃહસ્થ (શ્રાવક) ને હોઈ શકે છે. સાધુ મુનિરાજને તે સર્વથા હિંસા, અસત્ય, અદત્ત, અબ્રા તથા પરિગ્રહના પરિહારથી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતારૂપ પાંચ મહાવ્રતે પાળવા સાથે રાત્રીજનને સર્વથા ત્યાગ કરવાનું હોય છે. ( વિવેકવતા ગૃહસ્થ પણ રાત્રીજનને ત્યાગજ કરે છે,) તે ઉપરાંત સાધુ મુનિરાજને નીચેની દશ શિક્ષા સંપૂર્ણ રીતે પાળવાની હોય છે અને ગૃહસ્થને બની શકે તેટલા પ્રમાણમાં તે પાળવાની હોય છે.
ધર્મની તવા રિક્ષા” ૧ ક્ષમા-અપરાધિ છનું અંતઃકરણથી પણ અહિત નહિ ઈચ્છતાં જેમ સ્વપરહિત થઈ શકે તેમ સહનશીલતા પૂર્વક ઉચિત પ્રવૃત્તિ યા નિવૃત્તિ કરવી અને જિનેશ્વર પ્રભુના પવિત્ર વચનને તે મર્મ સમજીને અથવા આત્માને એજ ધર્મ સમજીને સહજ સહનશીલતા ધારવી તે.
૨ મૃદુતા-જાતિમદ, કુળમદ, બળદ, પ્રજ્ઞામદ, તપમદ, રૂપમદ, લાભમદ અને ઐશ્વર્યમદનું સ્વરૂપ સારી રીતે સમજી તેથી થતી હાનિને વિચારી તે સંબંધી મિથ્યાભિમાન તજીને નમ્રતા યાને લઘુતા ધારણ કરવી. ગુણચણને દ્રવ્ય ભાવથી વિનય . સાચવ, તેમની ઉચિત સેવા ચાકરી કરવી તેમનું અપમાન કરવાથી સદંતર દુર રહેવું વિગેરે નમ્રતાના નિયમો ધ્યાનમાં