________________
શ્રી જૈન હિતાપદેશ ભાગ ૨ પ્રમુખ તથા વિષય કષાયાદિક સંબંધી સર્વ વિરૂદ્ધ ક્રિયા આ ત્માને સહજાનંદ સુખમાં અંતરાયભૂત હેવાથી આશ્રવસંજ્ઞાથી ઓળખાય છે. કંઈક સારા આશયથી મન, વચન, અને કાયાવડે ક્રિયા કરવાથી પુણ્યાશ્રવ અને માઠા આશયથી પાપાશ્રવ થાય છે. પુણ્યાશ્રવથી કંઈક સુખની પ્રતીતિ અને પાપાશ્રયથી દુખનીજ પ્રતીતિ થાય છે. સેનાની કે લેઢાની બેડી જેવા બંને આ ને વિવેકી પુરૂષ સંવર વડે છેદી શકે છે.
૮ સંવર-આલેક કે પરલોક સંબંધી ભેગાશંસા તજીને કેવળ આત્મ કલ્યાણાર્થે શુધ્ધચારિત્ર ધર્મનું સેવન કરીને આ શ્રવને અટકાવ કરે તેનું નામ સંવર છે. ગમે તેવા અનુકુળ કે પ્રતિકુળ પરીષહ સહન કરવા, પ્રવચન માતાનું યથાર્થ પાલન કરવું, ક્ષમાદિક દશવિધ યતિધર્મનું સેવન કરવું, મિત્રી, મુદિતાદિક ભાવના ચતુષ્ટય અથવા અનિત્યાદિક પ્રસ્તુત ભાવનાનું વિવેકથી પરિશીલન કરવું, અને સામાયિકાદિક ચારિત્ર માર્ગનું નિષ્કપટપણે સેવન કરવું એ સંવર સર્વ સુખકારી છે, એમ સમજી યથાશકિત તેમાં ઉદ્યમ કરે, અથવા તેવા સન્માર્ગની બનતી સહાય કે અનુમોદના કરવીજ ઉચિત છે. સંવર ભેગે ચિલાતિપુત્ર દઢપ્રહારી અને કડુરાજા જેવા નિર્દય નાં પણ કલ્યાણ થયાં છે. સંવર વિના કદાપિ આ દુઃખમય સં. સારને છેડે પામી શકાય નહિ.
૯ નિર્જરા-જેથી પૂર્વ સંચિત કર્મને ક્ષય કરી શકાય એટલે કે આત્માને કર્મથી જુદો પાડી મુક્ત કરી શકાય તેનું નામ નિર્જરા છે. તેવી નિર્જરા સમતાયુક્ત તપ કરવાથી થાય છે. ઉકત તપના છ બાહા અને છ અત્યંતર મળીને ૧૨ બાર ભેદ છે.