________________
૧૧૦: શ્રી જેન હિતાપદેશ ભાગ ૨ જે. મહારાજા કહેવાય છે. એવા દંભી ચારિત્રરાજને હેળીના રાજા ઈલેજીની ઉપમા ઘટી શકે છે. આવી હલકી પાયરીએ પિતાની કુટિલતાથી ઉતરવા કરતાં સરલતાથી સત્ ચારિત્રરાજના સેવક થઈ રહેવામાં જ ખરી મજા છે. કેમકે સિદ્ધિઃ સ્વાદ રૂજુભૂતસ્ય” એવાં આગમ વચનથી સર્વ દંભરહિત-રૂજુ-સરલ પુરૂષની જ સિદ્ધિ થાય છે. આવી સિદ્ધાંતની વાતને ખાસ લક્ષમાં રાખીને જગત્ પ્રસિદ્ધ રવ સ્વામી ચારિત્રરાજની આગળ ઉપર વિડંબના ન થાય એવા પવિત્ર ઉદ્દેશથી સુમતિ, ચારિત્રરાજને બેધન કરે છે.
સુમતિ–સ્વામીનાથ ! હું આપને લજજાથી કંઈ હિતકારી વાત પણ કહી શકતી નથી તે પણ આજે નમ્રપણે કંઈક કહેવા ધારું છું તેથી આપ ખોટું નહિ લગાડતાં સાર ગ્રહી મને ઉપકૃત કરશે, એવી મારા અંતરની ઈચ્છાપૂર્વક કરેલી પ્રાર્થના સ્વીકારી અને પ્રસંગોપાત બે બોલ બોલવાની રજા આપશે?
ચારિત્રરાજ–અહે સુમતિ! મારાથી આટલે અંતર રાખવાનું કંઈ કારણ નથી, તારે કહેવું છે તે સુખેથી કહે, સાચી અને હિતકારી વાત કહેતાં કેને દિવસ ફર્યો છે કે ઉલટી રીસ ચઢાવશે?
સુમતિ-સ્વામીનાથ ! હવે મને કાંઈક હિમત આવી છે તેથી મારા મનની વાત કહેવાને કંઈક ભાગ્યશાળી થઈ શકીશ. નહિતે–તે–
ચારિત્રરાજ–તું આજ સુધી કહેવાને કેમ વિલંબ કરી રહી હતી?
સુમતિ–સ્વામીજી! સાચું કહું છું કે મારા અંતરમાં જે.