________________
૨૪ પાત્રાપાત્રને સમજી સુપાત્રને દાન દે ૪૯ રીને વિવેક પૂર્વક તેમની પવિત્ર આજ્ઞાને યથાશક્તિ આરાધવારૂપી ઉપાસના નિષ્કપટપણે કરે છે તે અનુક્રમે દઢ અભ્યાસના રોગથી સર્વ દુઃખને અંત કરીને પોતે જ પરમાત્મપદને વરે છે.
२४ पात्रापात्रने समजी सुपात्रने दान दे.
જે સંસારથી ઉદાસીન થઈ સર્વજ્ઞ વિતરાગ વચનાનુસારે સર્વ આરંભ પરિગ્રહને ત્યાગ કરી પાંચ મહાવ્રતને ધારણ કરીને સ્વ કર્તવ્ય સાવધાનપણે સાધવા ઉજમાળ રહે છે તે જૈનશાસનમાં સુપાત્ર કહેવાય છે તેથી વિદ્ધ વર્તન કરનાર પ્રમાદી, સ્વચ્છેદી યા દંભી ઓળઘાલની કુપાત્રમાં ગણના થાય છે. કલ્યાણાર્થીએ કુપાત્રની ઉપેક્ષા કરીને પ્રતિદિન સુપાત્રની જ પિષણ કરવી યુક્ત છે.
સુપાત્રમાં પણ ન્યાયપાર્જિત દ્રવ્યવડે વિવેક પૂર્વક ક્ષેત્ર કાલાદિ વિચારીને કરેલ વ્યય અત્યંત હિતકારી થાય છે.
સુપાત્રને કુપાત્ર બુદ્ધિથી કે કુપાત્રને સુપાત્ર બુદ્ધિથી દીધેલું દાન દૂષિત છે.
પાત્રાપાત્રની એગ્ય પરીક્ષા પૂર્વક સુપાત્રને સ્વલ્પ પણ આપેલું વિવેકવાળું દાન અમૂલ્ય થઈ પડે છે, વિવેક વિના તે તે વિશેષ પણ કુંલીભૂત થતું નથી.
સ્વાભાવિક પ્રેમ, ઉલ્લાસ, ઉદારતા, અને અકુંઠિત ભાવના વિગેરે વિવેક યુકત દાનનાં ભૂષણ છે, તેથી દાતાને અત્યંત લાભ થાય છે.