________________
ધર્મ રસાયણનુ સેવન કર
te
અને વિકથા મળીને પ્રમાદના મુખ્ય પાંચ ભેદ છે, જે ધર્મજનાએ અવશ્ય પરિહરવા ચેાગ્ય છે. અપ્રમાદી પુરૂષજ ધર્મનું યથાર્થ સેવન કરી શકે છે. પ્રમાદશીલ જન જરૂર સ્વકર્તવ્ય કાર્યથી ચુકે છે.
ઉપશમ શ્રેણિ ઉપર આરૂઢ થયેલા, ચાદ પૂર્વધર સાધુએ પણ પ્રમાદ વશાત્ સ્વસ્થાનથી ચુકી પતિત થાય છે તેા ખીજાનું તે શું ગજું ? એમ સમજી જેમ બને તેમ પ્રમાદ સ્થાનને તજી અપ્રમત્ત થવું જોઇયે. ઘેાડા પણ ત્રણ, ઋણ, કે અગ્નિની પેરે પ્રમાદને પણ વધતાં વાર લાગતી નથી તેથી તે જ્યાં સુધી નિરવશેષ નષ્ટ ન થાય ત્યાં સુધી તેના વિશ્વાસ કરવા ભત્રભીરૂ જનાને ઉચિત નથીજ.
શુદ્ધ ભાવના એજ ખરૂં રસાયણ છે. કેમકે તેના વિના ગમે તેવી ધર્મ કરણી પણ ફળીભૂત થતી નથી અને શુદ્ધ ભાવના માત્રથી સર્વ કરણી સફળ થાય છે. માટે ઉક્ત ભાવનાને અવશ્ય અભ્યાસ કરવા જોઈયે. · ભાવના ભત્ર નાશિની'ભાવના જન્મ મરણનાં દુઃખ માત્રના અંત કરે છે અને અક્ષય અનંત સુખ મેળવી આપે છે.
મત્રી, મુદિતા, કરૂણા અને મધ્યસ્થતા રૂપ ભાવના ચતુષ્ટય પરમ હિતકારી છે. તેમજ અનિત્ય, અશરણ, સસાર, એકત્વ, અન્યત્યાદિક દ્વાદશ ભાવના પણ ભવ ભયને હરનારી છે.
શુદ્ધ ભાવના રહિત ક્રિયા ક:ચના કટકા જેવી હોવાથી ત્યાજય છે. પણ ક્રિયા રહિત શુદ્ધ ભાવના તે અમૂલ્ય રત્ન જેવી હાવાથી સેવ્ય છે. શુદ્ધ ભાવના રહિત અંધ ક્રિયાથી અહંકારા