________________
૫૬ શ્રી જન હિતોપદેશ ભાગ ૨ જો. સહિય” પ્રમુખ પચ્ચખાણ પૂર્વક પ્રતિદિન એકશન અથવા દ્વયશન કરવામાં આવે તે એક માસમાં ૨૯ યા ૨૮ ઉપવાસને અવશ્ય લાભ મળે છે,
२८ मोह मायाने तजीने विवेक आदर.
અને મારૂં” એ મેહના મંત્રથી જગત્ માત્ર આંધળું થઈ ગયું છે. પરંતુ નહિ હું અને નહિ મારૂં એ પ્રતિમત્ર મોહને પણ પરાજય કરવાને સમર્થ છે.
શુદ્ધ આત્મદ્રવ્ય એજ હું છું અને શુદ્ધ જ્ઞાનાદિ ગુણ એજ મારું ધન છે. તે સિવાય હું અને મારું કંઈ નથી, એવી શુદ્ધ સમજ મેહનું નિકંદન કરવાને સમર્થ છે. તેથી દરેક મુમુક્ષુએ એજ આદરવા ગ્ય છે.
નાના પ્રકારના રાગ દ્વેષવાળા વિકલ્પ વડે જેણે મેહ મને દિરાનું પાન કર્યું છે તે પિતાનું ભાન ભૂલીને અનેક પ્રકારની વિપરીત ચેષ્ટાઓને વશ થઈ ચારે ગતિમાં ભમતેજ ફરે છે, અને વિડંબનાપાત્ર જ થાય છે. તેથી મેહ માયામાં નહિ ફ સાતાં તેને જ ક્ષય કરવા યત્ન કરે યુક્ત છે. મેહ માયાને સર્વથા જીતનારા અપ્રમત્ત મુનિયેજ જગતમાં શિરસા વંઘ છે. મેહરહિત વિતરાગ મુનિયેજ પરમ શાન્ત છે.
વજબંધન કરતાં પણ રાગબંધન આકરૂં છે અને તેને માટે પ્રબળ વૈરાગ્યની પૂરતી જરૂર છે. વૈરાગ્યવડે ગમે તેવું રાગ બંધન દૂર થઈ જાય છે.