________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જ. ३९ पंच परमेष्ठि महामंत्रनुं निरंतर स्मरण कर.
અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, અને સાધુ એ પાંચ પરમેષ્ટિ છે.
જેમણે રાગદ્વેષ અને મહાદિક અંતરંગ શરૂગણને સર્વથા ઉચ્છેદ કરી સર્વજ્ઞ સર્વદેશી સંપૂર્ણ સહજાનંદિ અને સર્વશક્તિમાન થઈ નિદૉષ વચનવડે અનેક ભવ્ય જીને ઉદ્ધાર કર્યો છે તે અરિહંત દેવ કહેવાય છે. જેમણે સર્વ ઘાતી અઘાતી કર્મને સર્વથા અંત કરીને આત્માના સ્વભાવિક અનંત ગુણોને પ્રગટ કરી લેકના અગ્ર ભાગે સ્થિતિ કરી છે તે સિદ્ધ પરમામાના નામથી ઓળખાય છે.
પચંદ્રિય નિગ્રહ, નવવિધ બ્રહ્મગુપ્તિના ધારક, ચ્યાર કપાયથી મુક્ત, પાંચ મહાવ્રત યુક્ત, પંચાચાર પાળવાને સમથ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલક એમ ૩૬ પ્રધાન ગુણે વડે અલંકૃત આચાર્ય ભગવંત હોય છે. તેમનાં વચન તીર્થંકરનાં વચનની પેરે માનનીય થાય છે.
સાંગોપાંગ આગમને અર્થ રહસ્ય યુક્ત જાણુતા છતાં, અન્ય શિષ્યને પઢાવવામાં કુશલ અને પ્રમાદ રહિત મૂળ ઉત્તર વતને પાળવામાં તત્પર છતાં, શિષ્ય સમૂહને ધર્મશિક્ષા દેવામાં ચતુર એવા ભવિષ્યમાં આચાર્યપદ પામવાને યે ધર્મગુરૂ ઉપાધ્યાયના નામથી ઓળખાય છે.
બાહ્યાંતર પરિગ્રહથી મુક્ત મુમુક્ષુ જને જૈન દર્શનમાં સાધુ, શમણ અને નિગ્રંથાદિના નામથી ઓળખાય છે, તેઓ અહેનિશ