________________
૮૦ શ્રી જેન હિતેપદેશ ભાગ ૨ જે ३८ स्व कर्तव्य समजीने स्वपर हित
साधवा तत्पर रहे. જે શુભાશય પ્રથમ સ્વહિત યથાર્થ સમજીને આદરે છે, તેમાંજ અહેનિશ સાવધાન રહે છે, તે જ મહાશય કાલાંતરે પરહિત સાધવાને સમર્થ થઈ શકે છે. પણ જે પહેલાં પિતાનું ખરૂં હિત જ શું છે તે પૂરું જાણુત કે આદરતે નથી તે તે પરહિત શી રીતે સાધી શકશે? પિતે નિધન છતાં અન્યને શી રીતે ધનાઢય કરી શકશે? પિતેજ દરિઆમાં ડુબતાં છતાં અને ન્યને શું તારી શકશે? માટે રવ હિતને યથાર્થ સમજીને સાધનારજ પરહિતને પણ પરમાર્થથી જાણી સમજીને સાધી શકવાને. એ વાત નિઃસંશય સિદ્ધ છે.
જ્ઞાની-વિવેકીજને સ્વહિતની પેરે પરહિતને પણ સ્વ કર્તવ્યજ સમજે છે, અને તેથી જ તેઓ નિરભિમાનપણે સ્વહિત સમજીનેજ પરહિત કરે છે. - તત્ત્વદષ્ટિ મહાપુરૂષે કદાપિ પણ “હું અમુકનું હિત કરૂં છું” “મારા વિના અમુકનું હિત થઈ શકશે નહિ” એવું કે
વ-અભિમાન લાવતા નથી. સ્વહિત અને પરહિત તેમને મન એક છે, જુદાં ભાસતાં નથી, તેથી તેવા મિથ્યાભિમાનને મનમાં આવવા અવકાશ પણ મળતું નથી. ખરું કારણ તે એ છે કે તેમને તેમનું ખરૂ હિત યથાર્થ સમજાયું અને અનુભવાયું છે. તેથી સ્વહિતને સહાયભૂત સર્વ સાત્વિક વિચાર યા ભાવનાને જ તેમના મનમાં સ્થાન મળે છે પણ તેમાં વિશ્વભૂત બાધક એવા કઈ પણ ક્ષુદ્ર વિચાર કે ભાવનાને સ્થાન મળી શકતું જ નથી