________________
૫૮
શ્રી જૈન હિતોપદેશ ભાગ ૨ જે. ઉપર કુપિત થયાથી તેણે કેઈક મિત્રનું જ્યાં સુધીમાં રાજાને કેપ શાન્ત થઈ જાય ત્યાં સુધી શરણ લેવાનું ધાર્યું. તેને નિત્ય મિત્ર, પર્વ મિત્ર, અને જુહાર મિત્ર નામના ત્રણ મિત્ર છે. પ્રથમ નિત્ય મિત્ર પાસે ગયે તે “અતિ પરિચયાત્ અવજ્ઞા” એ ન્યાયથી તેની વાત હસી કાઢવાથી તે પછી પર્વ મિત્ર પાસે ગયે. તેણે કંઈક પ્રથમ તે આશ્વાસન આપ્યું પણ સત્યવાત નિવેદન કરીને દાદ માગતાં તેણે પિતાનું અસામર્થ્ય જણાવ્યું. છેવટ પ્રધાન કંટાળીને જુહાર મિત્ર પાસે આવ્યે તે તેણે પિતાના ઉદાર સ્વભાવને અવલંબી પ્રધાનને અસાધારણ આવકાર આપીને ભારે આશ્વાસન પૂર્વક જણાવ્યું કે મિત્ર ! આજ તમે કંઈ ભારે આપત્તિમાં આવી પડ્યા છે એમ તમારી મુખમુદ્રા ઉપરથી હું સમજી શકું છું. તેથી કહું છું કે તમે નિશ્ચિત થઈને જે દુઃખનું કારણ હોય તે મને શીઘ્ર જણ. આથી પ્રધાનને ઘણી હિંમત આવી, અને સત્ય હકીકત નિવેદન કરવાથી તેણે કહ્યું કે ભાઈ ! લગારે ફીકર કરશે નહિ. જ્યાં સુધી મારા ખોળીયામાં પ્રાણ છે ત્યાં સુધી તમારે વકે. વાળ કરવાને કઈ સમર્થ નથી. તમે સુખેથી અહિં રહે. આવા આવકારવાળા આશ્વાસનથી અત્યંત સુખી થયેલ પ્રધાન બુહાર મિત્રનું જ શરણ કરીને રહ્યા. કાળ જતાં રાજાને કેપ પણ ઉપશાંત થયે, અને પ્રધાનની ભીતિ નષ્ટ થઈ ગઈ. પણ આવેલી વિપત્તિમાં તેને મિત્ર સંબંધી યથાર્થ અનુભવ થઈ આવ્યું. આપણે પણ આમાંથી બહુ સરસ શિખામણ લેવાની છે. યમરાજાને જિતશત્રુ રાજા સમાન સમજે. અને આ ત્માને સુબુદ્ધિ પ્રધાન સમાન સમજ, તેમજ દેહને નિત્ય