________________
૨
સુખી થવાનો ઉપાય
| ભૂમીકા
આ તો સાર્વભૌમિક નિર્વિવાદ સત્ય છે કે પ્રાણી માત્ર સુખ ઈચ્છે છે. દરેક
કાર્યનું દરેક જીવને માત્ર એક જ પ્રયોજન છે એને સુખ જોઈએ છે. • ઇચ્છાઓની પૂર્તિને જ જગત સુખ માને છે.
આ ઈચ્છાઓની પૂર્તિના પ્રયાસમાં રત જીવને પાંચ પાપ-હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ-સહજરૂપથીથયા વિનારહેતા નથી. અર્થાત્ પોતાના પ્રયાસોને સફળ કરવાને માટે આ પાંચ પાપોનો ઉપયોગ એ કરતો રહે છે. આ પ્રયાસોની બાબત જો ઊંડાણથી વિચાર કરવામાં આવે તો જગતે આ શરીર સંબંધી પાંચ ઈન્દ્રિયોને અનુકૂળ કારણોને જ સુખનું કારણ અને એના પ્રતિકૂળકારણોને જ દુઃખનું કારણ માન્યું છે. જેવી રીતે સ્પર્શ, રસ, સુંઘવું, દેખવું, સાંભળવું. આ રીતે ઉપરોક્ત પાંચ ઈન્દ્રિયોના આધારભૂત આ શરીરને માનીને અને આ શરીર હું છું, આ શરીર મારું જીવન છે - એવું માનીને અથવા આ પાકો વિશ્વાસ હોવાથી નિરંતર એકમાત્ર આ શરીરની તથા એના માધ્યમથી આ પાંચ ઈન્દ્રિયોને પુષ્ટ રાખવા માટે, સજાવવા માટે, સંભાળવા માટે નિરંતર પ્રયાસ કરતો રહે છે અને એના કારણે નિરંતર આકુળતા રહ્યા કરે છે. હવે આ આકુળતાની તીવ્રતા કેમ થાય છે એ વિચારીએ. * શરીર અને ઈન્દ્રિયોની અનુકુળતાથી હું સુખી થઈશ એવી મિથ્યા
માન્યતાથી એની પૂર્તિને માટે નિરંતર ઈચ્છાઓ ઉત્પન્ન થવી સ્વાભાવિક
જ છે. * એ ઈચ્છાઓની પૂર્તિ કરવા અત્યંત આકુળ થઈ એની પૂર્તિ કરવાના
પ્રયાસોમાં એ સતત દોડતો રહે છે. * જ્યારે એ પ્રયાસોમાં સફળતા નથી મળતી ત્યારે અત્યંત દુઃખી થાય છે
અને તીવ્ર દોડ લગાવવા માંડે છે. ક્યારેક પુણ્યના યોગથી એ પ્રયાસોમાં સફળતા મળતાં એના ભોગ, ઉપભોગ માટે તીવ્ર આકુળતા ઉત્પન્ન થાય છે. આ પ્રયાસોની સફળતા જોઈને અન્ય ઈચ્છાઓની પૂર્તિને માટે સાધના પ્રાપ્ત કરવા હવે વધુ તીવ્રતા આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org