Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
અઝીઝ – અડાલજા વર્ષ મહેન્દ્રભાઈ
અઝીઝ : જુઓ, ત્રિપાઠી ધનશંકર હીરાશંકર, અઝીઝ અબ્દુલ : નવલકથાકાર, બાળસાહિત્યકાર. બી.એસસી., એલએલ.બી. સુધીનો અભ્યાસ. ‘રોમાંચક રહસ્ય' તેમની જાસૂસી નવલકથા છે. 'ઈમાનનાં મોતી'માં સરળ શૈલીમાં લખાયેલી બાળવાર્તાઓ છે. પાકિસ્તાન (૧૯૫૫) માં રાજકીય અવ્યવસ્થાને કારણે પ્રજાને ભાગવવી પડતી મુશ્કેલીઓનું નિદર્શન છે.
નિ.વા. અઝીઝ કાદરી : જુઓ, કાદરી અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં. અટકળ (૧૯૭૯) : મનોજ ખંડેરિયાને કાવ્યસંગ્રહ. અહીં ૭૨. ગઝલે મુકતક, ૧૧ ગીત, ૧૦ અછાંદસ અને ૭ દીકાવ્યરચનાઓ સંગૃહિત છે. ગઝલની સંખ્યા તેમ જ ઇયત્તા સૂચવે છે કે સર્જકને મુખ્ય ઝોક ગઝલ પરત્વે છે. શબ્દનું ગયા ભવનું લેણું ચૂકવવા કાવ્યસર્જન થઈ રહ્યું છે –એવી કવિશ્રદ્ધા વ્યકત કરતાં સંખ્યાબંધ શેર અને ગઝલ સંગ્રહની વિશેષતા બને છે. ‘વરસોનાં વરસ લાગે' એવી સુદી રદીફ-કાફિયા ધરાવતી ગઝલથી આરંભાતી કવિને આ બીજો સંગ્રહ તેમની વિકાસગતિ પણ આલેખે છે.
૨.ર.દ. અડધે રસ્તે (૧૯૪૩) : કનૈયાલાલ મુનશીની ૧૯૦૬ સુધીનાં સંસ્મરણો આપતી આત્મકથા. આના અનુસંધાનમાં સીધાં ચઢાણ' (૧૯૪૩) ના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં આત્મકથા આગળ વધે છે; અને એમાં ૧૯૦૭ થી ૧૯૨૨ સુધીનાં સંસ્મરણો મળ છે; જ્યારે ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩) ૧૯૨૩ થી ૧૯૨૬ સુધીના ગાળાનાં સંસ્મરણો આલેખે છે. આમ, કુલ ત્રણ ગ્રંથમાં વિસ્તરેલી મુનશીની આત્મકથાના પહેલા ગ્રંથમાં ટેકરીના મુનશીઓ, બાલ્યકાળ અને વડોદરા કૉલેજના અનુભવ છે, તો બીજા ગ્રંથમાં મુંબઈની શેરીઓમાં અને હાઈકોર્ટમાં જે બન્યું એનું ધ્યાન છે; સાથે ‘મેશ્વરમ્ય’ની નોંધે છે. ત્રીજા ગ્રંથમાં પહેલીવારનાં પત્ની અતિલક્ષ્મીબેન હયાત હોવા છતાં લીલાબેન તરફના આકર્ષણથી ઉભી થયેલી મને સ્થિતિનાં ચિત્રો છે. આત્મકથામાં પ્રવેશી જતા કલ્પનાના અંશા, તરંગલીલાને લેવાયેલો આશ્રય, અહંને વર્તાયા કરતો સૂર, લેખનમાં કંઈક અંશે વર્તાતી વિશૃંખલતા જેવાં તત્ત્વોને બાદ કરતાં મુનશીની આત્મકથા ચરિત્રલેખનની જીવંત પદ્ધતિને કારણે સુવાય છે. આત્મનિરીક્ષણ કરતાં આત્મસન્માનવૃત્તિ આ આત્મકથાની શકિત અને મર્યાદા છે.
ચં.ટો. અડવ : હરિકૃષ્ણ પાઠકની વ્યંગ્યરચના “અડવાપચીસી'નું હાયપાત્ર..
ચંટો. અડાલજા તારાચંદ્ર પોપટલાલ (૧૭-૧૦-૧૮૭૭, ૧૯૭૦) : નવલકથાકાર, બાલવાર્તાકાર. વતન અને જન્મસ્થળ હળવદ.
પ્રાથમિક શિક્ષણ હળવદમાં, માધ્યમિક શિક્ષણ ફોર્ટ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ મુંબઈમાં. ૧૯૦૫ માં મૅટ્રિક. વિકટોરિયા જ્યુબિલી ટેકનિકલ ઇન્સ્ટિટયુટમાંથી એલ.ટી.એમ.ની પરીક્ષામાં પ્રથમ આવી ફેલોશિપ મેળવી. પહેલાં વડોદરાના કલાભવનમાં અને પછીથી વડોદરા રાજયના વ્યાપાર-ઉદ્યોગ ખાતામાં વીવિગ આસિસ્ટંટ.
૧૯૦૮ માં “સાંજ વર્તમાન” માં નાના-મોટા લેખો અને વાર્તાઓથી સર્જનનો આરંભ કરી એમણે શહેરી સમાજના ગોટાળાનું નિરૂપણ કરતી “દંભી દુનિયા’ (૧૯૩૯), રાજપૂતયુગીન સમાજને આલેખતી ‘નરબંકા' (૧૯૩૪) અને ‘કીર્તિ (૧૯૪૧) જેવી નવલકથાઓ; શ્રેષ્ઠવીરકથામાળા, શૌર્યકથામાળા તથા સમાજકથામાળા જેવી બાલ અને કિશોરકથાશ્રેણીઓમાં
એકલમલ’, ‘માથાની ભેટ’, ‘બહારવટિયા અને ઝમકુ શેઠાણી', હાથીની સાઠમારી’, ‘રાજપૂત બચ્ચો” અને “સિદ્ધરાજ જેવી બાલવાર્તાઓ; મધ્યયુગીન પ્રેમ, શૌર્ય, સચ્ચાઈ અને ખેલદિલીને નિરૂપતી “વીરની વાતો' : ૧-૪ (૧૯૨૫, ૨૬, ૨૮, '૩૧), વીરાંગનાની વાતો' : ૧-૨ (૧૯૩૧), “સૌરાષ્ટ્રની પ્રેમકથાઓ' (૧૯૩૨), ખાંડાના ખેલ' (૧૯૪૧), ‘ઐતિહાસિક કથાકુંજ' (૧૯૪૩) તથા કાઠિયાવાડની દંતકથાઓ' (૧૯૪૪) જેવી પ્રસંગકથાઓ; તેમ જ વ્યાવસાયિક ક્ષેત્રના અનુભવોના નિચોડરૂપ ‘હાથવણાટ', 'પાટણના પટોળાં', કળાકૌશલ્ય’, ‘વડોદરા રાજ્યની કલાકારીગરી’ અને ‘પ્રવાસદર્શન’ જેવી પુસ્તિકાઓ આપી છે. આ ઉપરાંત એમણે રવીન્દ્રનાથનાં બહેન સુવર્ણકુમારીની બંગાળી નવલકથા પ્રેમપ્રભાવ'ને એ જ નામથી અનુવાદ પણ કર્યો છે.
૨.ર.દ. અડાલજા વર્ષા મહેન્દ્રભાઈ આચાર્ય વર્ષ ગુણવંતરાય (૧૦-૮-૧૯૪૦) : નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર. જન્મ મુંબઈમાં. વતન જામનગર. ૧૯૬૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૨માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. ૧૯૬૧ થી ૧૯૬૪ સુધી આકાશવાણી મુંબઈમાં પ્રવકતા. ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન ‘સુધા'ના તંત્રી. ૧૯૬૬ થી લેખન-વ્યવસાય. ‘શ્રાવણ તારાં સરવડાં' (૧૯૬૮), વિયેટનામના ભીષણ નરમધને આલેખતી “આતશ' (૧૯૭૬), ‘ગાંઠ છૂટયાની વેળા' (૧૯૮૦), જલજીવનના વ્યાપક ભ્રષ્ટાચારને આલેખતી ‘બંદીવાન” (૧૯૮૬) સુવાર, નવલકથાઓ છે. તે ઉપરાંત સુવાચ્ય લઘુનવલોમાં મારે પણ એક ઘર હોય' (૧૯૭૧), ‘રેતપંખી' (૧૯૭૪) અને ‘ખરી પડેલે ટહુકો' (૧૯૮૩) સ્પર્શક્ષમ છે. 'તિમિરના પડછાયા” (૧૯૬૯) માં છિન્નભિન્ન બનતું માનવવ્યકિતત્વ તથા ‘એક પળની પરખ' (૧૯૬૯) માં રજૂ થયેલી અંતર્યાતના સ્પર્શ છે. ‘પગલાં' (૧૯૮૩) એક સરસ રહસ્યકથા બની છે. પાંચ ને એક પાંચ' (૧૯૬૯) રહસ્યકથાનું વિષયવસ્તુ આકર્ષક છે. તેમ જ “અવાજનો આકાર' (૧૯૭૫), ‘છેવટનું છેવટ’ (૧૯૭૬) તથા ‘પાછાં ફરતાં' (૧૯૮૧) સુવાચ્ય રહસ્યકૃતિઓ છે. નીલિમાં મૃત્યુ પામી છે' (૧૯૭૭) માં નાના નાના અંકોડા વડે કથાગૂંથણી થઈ છે. રહસ્યકથાઓના લેખનમાં
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org