________________
બત્રીશી-૧૦, લેખાંક-૪૮
૪૪૧ જ્ઞાનાદિની રુચિ જાગતી નથી. વળી, સન્માર્ગની રુચિ નથી, એટલે એ કદાચ ધર્મક્રિયા કરે તો પણ એ સન્માર્ગ પર ચાલવારૂપ ન બનવાથી મોક્ષ તરફ લઈ જનારી બનતી નથી. તે માટે યોગરૂપ નથી.
પ્રશ્ન - જીવ અચરમાવર્તમાં સન્માર્ગને અભિમુખ હોતો નથી ને તેથી એને યોગ હોતો નથી એ જણાવ્યું... પણ એ વખતે એને બાહ્ય આચાર હોય છે ?
ઉત્તર - અચરમાવર્તમાં જીવ ભવાભિનંદી હોય છે. આવા ભવાભિનંદી જીવોમાંથી કોક જ જીવ ક્યારેક લોકપંક્તિનો આદર કરનારો બનીને, સંજ્ઞાઓનું વિખંભણ = અટકાયત કર્યા વિના ધર્મ કરનારો હોય છે.
આમાં સંજ્ઞાઓનું વિખંભણ એટલે આહારાદિસંજ્ઞાના ઉદયની વંચના કરવી એ. આ વંચના ત્રણ રીતે થાય છે. (૧) સંજ્ઞાનો ઉદય જ ન થાય એ રીતે વિરોધ કરવો એ. નિમિત્ત મળવા છતાં આહારાદિ પ્રત્યે ખેંચાણ જ નહીં. અંદર કશી અસર જ નહીં.. એવું અંતઃકરણ કેળવી દીધું હોય. (૨) ઉદય થાય તો એને નિષ્ફળ કરવો. ભોજનની સારી વાનગી જોઈને ખાવાનું મન થયું. આ આહારસંજ્ઞાનો ઉદય કહેવાય.... છતાં સત્ત્વ ફોરવીને - મક્કમતા દાખવીને એને વશ ન થવું. મનને મારીને પણ ભોજન ન કરવું... આને ઉદય નિષ્ફળ કર્યો કહેવાય. (૩) પશ્ચાત્તાપ... સંજ્ઞાનો ઉદય થયો. મન લાલાયિત બન્યું. એને સત્ત્વથીમક્કમતાથી અટકાવ્યું નહીં... અને તેથી સંજ્ઞાને પરવશ થઈ બહાર કોઈ એવી પ્રવૃત્તિ કરી દીધી. પણ પાછળથી પશ્ચાત્તાપ કરવો. પ્રાયશ્ચિત્ત કરવું. આ પણ સંજ્ઞાની પંચના છે. જો કે આ મુખ્ય વિષ્ક્રભણ નથી પણ સાંધો કરવા જેવું છે. છતાં આના (પશ્ચાત્તાપ - પ્રાયશ્ચિત્તના) વારંવાર અભ્યાસથી જીવ બીજા પ્રકારની વંચનામાં આવે છે. ઉદયને નિષ્ફળ કરવાની ભૂમિકામાં આવે છે. પછી એના પણ વારંવારના અભ્યાસથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org