Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ બત્રીશી-૧૦, લેખાંક-૪૮ ૪૩૯ મુખ્યત્વ કહ્યું છે. અચ૨માવર્તવર્તી જીવની ધર્મક્રિયા મોક્ષાત્મક ફળજનન પ્રત્યે વિલંબ ધરાવે છે, માટે મુખ્ય ન હોવાથી ‘યોગ’ નથી. [જે આંતરિકભાવોત્પાદક હોય કે એવા ભાવથી સહષ્કૃત હોય તે મુખ્યહેતુ કહેવાય છે. જ્યાં આંતરિકભાવ ઉપેક્ષિત હોય, અથવા એ ભાવથી વિપરીતભાવ હોય તો એ ધર્મક્રિયા અહેતુ કહેવાય છે. તે તે ધર્મક્રિયાકાળે આંતરિકભાવ કેવા જોઈએ એ અજ્ઞાત હોય તો એ પ્રવૃત્તિ ગૌણહેતુ કહેવાય છે એ જાણવું.] શંકા - ચરમાવર્ત તો એક પુદ્ગલપરાવર્ત જેટલો અનંતકાળ છે. એ ક્યાં નાનો છે ? તેથી, એટલા અંતરે ફળોત્પાદ કરનાર ધર્મક્રિયા પણ વિલંબવાળી છે જ, પછી યોગ શી રીતે ? સમાધાન અનંતકાળ હોવા છતાં ચરમાવર્ત જેટલું અંતર વિલંબરૂપ ગણાતું નથી. યોગબિન્દુમાં કહ્યું છે કે - ‘ચરમાવર્તવત્ જીવને મુક્તિ નજીક જ છે. કારણ કે અનાદિ સંસારમાં ઘણા-ઘણા-ઘણા પુદ્ગલપરાવર્ત પસાર થઈ ગયા છે, ત્યારે એની અપેક્ષાએ આ એક છેલ્લો પુદ્ગલાવર્ત એ કાંઈ જ નથી.' માટે ચ૨માવર્ત જેટલા વિલંબને વિલંબ તરીકે ગણાતો ન હોવાથી વિના વિલંબે ફળજનન કહી શકાય છે. અચરમાવર્તમાં બાહ્ય ધર્મ હોય, અંતરંગ ધર્મ ન હોય. અચરમાવર્તમાં થતી ધર્મક્રિયા પુણ્યહેતુ બને જ છે, પણ ગુણહેતુ ન બનતી હોવાથી મોક્ષનું કારણ પણ નથી બનતી. અંતરંગધર્મ હોય તે ગુણહેતુ બનવા દ્વારા મોક્ષહેતુ બને છે, વળી એ પણ પુણ્યહેતુ તો હોય જ છે. શંકા - પુણ્યને પણ ઉપાદેય કહેલ છે. એટલે જો અચ૨માવર્ત વર્તી જીવની ધર્મક્રિયા પુણ્યહેતુ બને છે તો એ જીવોને ઉપદેશ માટે યોગ્ય કેમ નથી કહ્યા ? સમાધાન - એમની ધર્મક્રિયા મોક્ષમાર્ગરૂપ બની શકતી નથી, માટે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162