Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04 Author(s): Abhayshekharsuri Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ ૪૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ ને એમાં પણ ઉત્તરોત્તર આગળ વધતાં ક્ષાયોપથમિકભાવમાંથી ક્ષાયિકભાવમાં લઈ જાય છે. બધા ક્ષાયિક ભાવોનો સરવાળો એ જ તો મોક્ષ છે. આમ સદાચાર જીવને ગુણની સાથે ને પરંપરાએ મોક્ષની સાથે જોડી આપે છે. અભવ્યપણું – અચરમાવર્તકાળ વગેરે પ્રતિબન્ધકરૂપ છે. એ હોય તો, સદાચાર પણ ગુણોત્પાદક બની શકતો નથી. માટે જો કોઈ પ્રતિબન્ધક ન હોય તો એમ અહીં કહ્યું છે. અસદાચાર જીવને ક્ષમાદિગુણરૂપ ક્ષાયોપથમિકભાવમાંથી ક્રોધાદિદોષરૂપ ઔદયિકભાવમાં લઈ જાય છે એ જાણવું.. પ્રશ્ન - યોગના લક્ષણમાં તમે મોક્ષના મુખ્ય હેતુની વાત કરી છે. તો કયો હેતુ મુખ્ય બને ? કયો ન બને ? ઉત્તર - જે હેતુ અંતરંગ હોય... અને અવિલંબે ફળોત્પાદક હોય તે મુખ્ય હેતુ કહેવાય છે. જે ધર્મક્રિયા મોક્ષનું ઉપાદાનકારણ બનતી હોય તે અંતરંગ કહેવાય છે. ઝાડ પરથી પડતા ફળમાં રહેલી પતનક્રિયાને ફળથી ક્યારેય અલગ-સ્વતંત્ર અસ્તિત્વવાળી કરી શકાતી નથી. એટલે જણાય છે કે ક્રિયા ક્રિયાવાન્ દ્રવ્યથી કથંચિત્ અભિન્ન હોય છે. એટલે ધર્મક્રિયા પણ ધર્મક્રિયા કરનારા જીવથી કથંચિત્ અભિન્ન હોય છે. વળી ભવ્યજીવ સ્વયં સર્વગુણમયમોક્ષરૂપે પરિણમે છે. એટલે કે એ મોક્ષનું ઉપાદાન કારણ છે. એટલે એનાથી અભિન્ન એવી એની ધર્મક્રિયા પણ મોક્ષનું ઉપાદાન બને છે, ને માટે એ મોક્ષનું અંતરંગ કારણ છે. અભવ્યજીવ ક્યારેય મોક્ષરૂપે પરિણમતો નથી. એટલે એ મોક્ષપર્યાયનું ઉપાદાન ન હોવાથી એની ધર્મક્રિયા પણ ઉપાદાન બનતી નથી, ને તેથી અંતરંગ હેતુ ન હોવાથી મુખ્ય હેતુ બનતી નથી. વળી ભવ્યજીવ પણ જો અચરમાવર્તમાં રહ્યો હોય તો એના ધર્મઆચારને યોગરૂપે કહેવો નથી. તેથી ફળ પ્રત્યે અવિલંબરૂપે પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162