Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ લેખાંક ૪૮ નવમી બત્રીશીમાં કથાની કથા કરી. એમાં ધર્મકથા મુખ્ય છે. આ ધર્મકથાનું ફળ છે યોગ. માટે હવેની દસમી બત્રીશીમાં યોગના લક્ષણની વિચારણા કરવાની છે. શંકા - ધર્મકથાના શ્રવણથી ધર્મ કરવાનું બને એ બરાબર છે. પણ દરેક જીવનો ધર્મ કાંઈ “યોગ'રૂપ બનતો નથી. માટે ધર્મકથાના ફળ તરીકે ધર્મ કહેવો જોઈએ ને ! યોગ શા માટે કહ્યો? સમાધાન - ધર્મના ઉપદેશને યોગ્ય તરીકે અપુનર્બન્ધકાદિ જીવો જ હોય છે. એટલે ધર્મકથાના શ્રવણથી આ જીવો જે અનુષ્ઠાન આચરશે તે યોગરૂપ હોવાથી અહીં ધર્મકથાના નિરૂપણના ફળ તરીકે “યોગ” કહ્યો છે. જીવને મોક્ષની સાથે યોજી આપે = જોડી આપે તે યોગ... આવી યોગ' શબ્દની વ્યુત્પત્તિ છે. (એટલે કે આ રીતે “યોગ' શબ્દ બન્યો છે.) એટલે કે મોક્ષના મુખ્ય હેતુઓનો વ્યાપાર = પ્રવૃત્તિ એ યોગ છે આવું લક્ષણ (= યોગની આવી વ્યાખ્યા) મળે છે. પ્રકૃષ્ટ જ્ઞાનાદિ ત્રણ (= કેવલજ્ઞાન, ક્ષાયિકસભ્યત્વ અને ક્ષાયિકચારિત્ર) એ સ્વયં મોક્ષ છે. અપકૃષ્ટજ્ઞાનાદિ ત્રણ પરિણામો (= ક્ષાયોપથમિક જ્ઞાનાદિ ત્રણ પરિણામો) નિર્જરાત્મક મોક્ષના જનક છે. માટે મોક્ષના મુખ્ય હેતુ છે. તેના આચારોના પાલનરૂપ ધર્મક્રિયા એ યોગ છે. આમ તો “જીવને ગુણની સાથે જોડી આપે તે યોગ' એવી વ્યુત્પત્તિ પણ કરી શકાય છે. છતાં મોક્ષ સર્વગુણમય હોવાથી અહીં મોક્ષની સાથે જોડી આપે.. એમ જણાવ્યું છે. જો કોઈ પ્રતિબન્ધક ન હોય તો ધર્મક્રિયારૂપ સદાચાર જીવને ક્રોધાદિ ઔદયિક ભાવમાંથી ક્ષમાદિ ક્ષાયોપથમિકભાવમાં લઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 162