Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 04
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ ४४० બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે-૪ શંકા - છતાં પુણ્ય ઉપાદેય છે, ને તેથી એનું કારણ બનનારી એમની ધર્મક્રિયા પણ ઉપાદેય તો માનવી જ પડશે ને ? સમાધાન - જે પુણ્ય એક બે ભવમાં પણ પુણ્યાનુબંધી પુણ્યનું, સદ્ગુરુ વગેરેના યોગનું, કે આંતરિક ભાવનું કારણ બનતું નથી એને ઉપાદેય નહીં પણ ઉપેક્ષણીય ગણાય છે. મુખ્ય વાત એ છે કે પ્રવચન = શ્રી જૈનશાસન મોક્ષ માટે છે. એટલે પ્રવચનમાં ઉપાદેય વગેરે જે વિભાગો દર્શાવવામાં આવ્યા છે તે મોક્ષની અપેક્ષાએ જ છે. માટે અચરમાવર્તવર્તી જીવની ધર્મક્રિયાઓ ઉપાદેય નથી, યોગરૂપ નથી. તેમ છતાં એમની એ ધર્મપ્રવૃત્તિ નિષિદ્ધ નથી એ જાણવું. એટલે જ અન્યત્રગ્રન્થમાં અનંતા ઓઘાને પણ નિષ્ફળ નથી કહ્યા, પણ સંખ્યા પૂરક તરીકે સાર્થક કહ્યા છે. આમ, હેતુને બે રીતે મુખ્ય કહેવા દ્વારા અભવ્યની ધર્મક્રિયાની અને દૂરભવ્યની ધર્મક્રિયાની યોગમાંથી બાદબાકી કરી. આમાંથી અભવ્ય મોક્ષનું અનુપાદાન હોવાથી અને દૂરભવ્ય ફળપ્રત્યે વિલંબિત હોવાથી એ બંનેની ધર્મક્રિયા યોગ” રૂપ નથી બનતી એ જાણવું. પ્રશ્ન-ચરમાવર્તમાં જ યોગનો સંભવ જો છે તો એનો મતલબ થયો કે અચરમાવર્તમાં એ હોતો નથી, તો એ કેમ હોતો નથી ? ઉત્તર - અચરમપુદ્ગલપરાવર્તામાં જીવોની બુદ્ધિ મિથ્યાત્વથી આચ્છાદિત હોવાના કારણે એ જીવો દિગૂઢજીવોની જેમ સન્માર્ગને અભિમુખ થઈ શકતા નથી. માટે યોગનો સંભવ હોતો નથી. જ્ઞાન-દર્શનચારિત્ર એ સન્માર્ગ છે. જીવ આને અભિમુખ = સન્મુખ ત્યારે થાય જો એને જ્ઞાનાદિની રુચિ પેદા થાય. પણ આગળ કહેવાશે એ મુજબ અચરમાવર્તમાં જીવ ભવાભિનંદી = ૫ગલાનંદી હોય છે. વળી ત્યારે જીવ સાહજિક - સાર્વત્રિક મિથ્યાત્વછન્નબુદ્ધિ હોય છે. એટલે જ્ઞાનાદિ મારા આત્માને લાભકર્તા છે એવો એને ખ્યાલ જ આવતો નથી. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162